રાજકોટ
News of Friday, 4th September 2020

વોકહાર્ટ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ડો.ધરમ ચાંદાણી દ્વારા રેડીયલ હેડ રીપ્લેસમેન્ટની સફળ સર્જરી

રાજકોટ, તા. ૪ : વોકહાર્ટ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ડો.ધરમ ચાંદાણી દ્વારા રેડીયલ હેડ રીપ્લેસમેન્ટ સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી છે.

વોકહાર્ટ હોસ્પિટલના વરિષ્ઠ ઓર્થોપેડીક સર્જન ડો.ધરમ ચાંદ્રાણીએ જુજ કેસમાં સફળ થતી એક જટીલ સર્જરીની માહિતી આપતા જણાવેલ કે તાજેતરમાં હર્ષાબેન વાઘેલા (ઉ.વ.૫૩) ટુ વ્હીલર પર જતા હતા ત્યારે રીક્ષાની ઠોકર લાગતા જમણા હાથની કોણીમાં ગંભીર ઈજા થતા હાથ હલન - ચલન કરતો બંધ થઈ ગયો. અસહ્ય દર્દ થતા વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા. હાથના એકસ-રે તેમજ અન્ય રીપોર્ટ કરતા જાણવા મળ્યુ કે જમણા હાથની કોણી ખડી ગઈ છે. ફેકચર પણ થયેલ છે. સામાન્ય કેસ કરતા આ કેસ ખૂબ જટીલ હતો. તેની સારવાર અમુક વખતે પૂરેપૂરી સફળ થતી નથી. દર્દીને દુઃખાવો સહન કરવી પડી છે.

ડો. ધરમ ચાંદાણીએ જણાવ્યુ હતું કે આ પ્રકારના ઓપરેશનને રેડીઅલ હેડ રીપ્લેસમેન્ટ કહેવાય. બે કલાક ચાલેલા ઓપરેશન સફળતાપૂર્વક થયુ. દર્દીની કોણીનો અડધો સાંધો ટાઈટેનીયમનો નાખવામાં આવ્યો. ઓપરેશન બાદદ દર્દીને કોઈપણ જાતનો દુઃખાવો કે તકલીફ નથી. રોજીંદા ગૃહકાર્યો તકલીફ વિના કરે છે. બે દિવસમાં દર્દીને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી.

(2:54 pm IST)