રાજકોટ
News of Friday, 4th September 2020

સર્જન ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક તુલસીના રોપાનું વિતરણ

રાજકોટ : સર્જન ફાઉન્ડેશન દ્વારા અનેક સામાજિક, શૈક્ષણીક જન આરોગ્યના કાર્યો ધાર્મિક અને સેવાકીય કાર્યોમાં સદાય અગ્રેસર હોય જેના ભાગરૂપે ભાદરવી અગીયારસના પંચનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાં રપ૧ જેટલા પવિત્ર તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું. આ તુલસી રોપા વિતરણ કાર્યક્રમનો શુભારંભ સ્વામીનારયણના મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડના મહંત સ્વામી શ્રી રાધારમણદાસજી સ્વામી, જે. પી. સ્વામી અને શહેર ભાજપ કમલેશભાઇ મીરાણીના હસ્તે કરવામાં આવેલ. આ તકે પંચનાથ મહાદેવ મંદિરના પ્રમુખ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, શિક્ષણ સમીતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઇ રાડીયા, સેન્ય ગાર્ગી સ્કુલના સ્કુલના પ્રિન્સીપાલ અને સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના મહિલા પાંખના  પ્રમુખ રમાબેન હેરભા, લાયન્સ કલબ સિલ્વરના પ્રેસીડેન્ટ રેશ્માબેન સોલંકી, રામેશ્વર મંદિરના માતાજી ભારતીબેન ભટ્ટ, હિન્દ ન્યુઝના મહિલા તંત્રી સીમાબેન પટેલ, મહામંતરી દિપાબેન કાચા, દેવયાનીબેન રાવલ, હર્ષીદાબેન કનોજીયા, ભાવનાબેન ચતવાણી, ડીમ્પલબેન, ધ્રુવીશાબેન, મીનાક્ષીબેન લીંબાસીયા, રશ્મિબેન લીંબાસીયા, પ્રતિમાબેન, જયોતિબેન, વર્ષાબેન નિમાવત તેમજ ગુણવંતભાઇ ભટ્ટ, વિજયભાઇ કારીયા, પ્રકાશભાઇ વોરા, વિજયભાઇ પંડયા, ડેનીશભાઇ પટેલ, અજયભાઇ ગોહીલ, હેમતસિંહ ડોડીયા, કિરીટભાઇ કાનાબાર, મુકેશભાઇ ચૌહાણ, વિશાલભાઇ જીટીયા, ભરતભાઇ તેમજ પંચનાથ મહાદેવ મંદિરના સ્ટાફના હસ્તે ઉપસ્થિત દર્શનાર્થીઓને તુલસીના રોપા વિતરણ કરેલ હતાં. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં મહિલા પંાખના પ્રમુખ રમાબેન હેરભા અને મહામંત્રી દિપાબેન કાચાના માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ અથાગ જહેમત ઉઠાવેલ હતી. પંચનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ, કાર્યકરો, દર્શનાર્થીઓ અને મંદિરના સૌ કર્મચારીઓનો સર્જન ફાઉન્ડેશનના હોદેદારોએ આભાર માનેલ હતો.

(3:46 pm IST)