રાજકોટ
News of Friday, 4th September 2020

કોરોન્ટાઇન કરાયેલા સાત, કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી છ સહિત ૩૯ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

રાજકોટ તા. ૪: શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટ ે પોલીસી સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં કેટલાક વિસ્તારને કોરોન્ટાઇન અને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. છતાં કેટલાક લોકો બીનજરૂરી ઘરની બહાર નીકળી પડતા હોય છે જેમાં ગઇકાલે કોરોન્ટાઇન વિસ્તારમાંથી સાત, કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી છ સહિત ૩૯ લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવી હતી.

બી ડીવીઝન પોલીસે પેડક રોડ પાણીના ઘોડા પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળતા ભરત મનસુખભાઇ રાજપરા, મહેશ મનસુખભાઇ રાજપરા, મહેશ મનસુખભાઇ રાજપરા, ગોપાલ બાબુભાઇ ચાવડા, ભગવતીપરા મેઇન રોડ પરથી રીક્ષા ચાલક પવન નાથાભાઇ વાઘેલા, મહંમદ સીદીકભાઇ સુમરા, મયુર લક્ષ્મણભાઇ વાળા, કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી જીતેશ હકાભાઇ ચૌહાણ, એ ડીવીઝન પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન પ્રહલાદ પ્લોટમાંથી કાજલબેન ઉર્ફે કાશ્મીરીબેન ગૌરવભાઇ પાટડીયા તથા થોરાળા પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન આંબેડકરનગર શેરી નં. ૧૪ માંથી હંસાબેન મનુભાઇ મકવાણા, મનુ સવજીભાઇ મકવાણા, ખેંગાર ગોવિંદભાઇ વધેરા, સત્યમ પાર્ક શેરી નં. ૩ માંથી મનીષ ગોકળભાઇ ધામેલીયા તથા ભકિતનગર પોલીસે ભવનાથપાર્ક શેરી નં. ૧રમાં કોરોન્ટાઇન કરાયા છતાં ઘરની બહાર નીકળનાર અશોક છગનભાઇ પરમાર, મૌલીક અશોકભાઇ પરમાર, જગદીશ વલ્લભભાઇ લીંબાસીયા, શ્રધ્ધા પાર્ક-૩ શેરી નં. પ માંથી અમીત બાબુભાઇ સરસરીયા, અરવિંદનગર મણીયાર જુના કવાર્ટર શેરી નં. ૪ટ પાસેથી તેજસ રમેશચંદ્રભાઇ ખખ્ખર, રમેશ લક્ષ્મણભાઇ મુંગરા, દીનેશ ગોરધનભાઇ મૌલીયા, તથા માલવીયાનગર પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન ન્યુ માયાણીનગર શેરી નં. ર માંથી કિશન દિલીપભાઇ ગોંડલીયા, તથા પ્ર.નગર પોલીસે રેલવે સ્ટેશન પાસેથી રીક્ષા ચાલક દીનેશ રૂપચંદભાઇ સજનાણી, જામટાવર ચોકમાંથી ઇકો કાર ચાલક હૈદરશા ઇકબાલશા શાહમદાર, કસ્તુરબા રોડ ધરમ સિનેમા સામેથી રીક્ષા ચાલક જીતુ બાબુતભાઇ મુંધવા, બહુમાળી ભવન ચોક પાસેથી રીક્ષા ચાલક અતુલ જેન્તીભાઇ કોટેચા, રીક્ષા ચાલક હુસેન નુરમહંમદભાઇ કારબાણી, તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાસેથી એકટીવામાં માસ્ક પહેર્યા વગર નિકળેલા શાહનવાઝ અસ્લમભાઇ માકડ, બજરંગવાડી પોલીસ ચોકી સામેથી રીક્ષા ચાલક રણજીત જીવણભાઇ જરીયા, ઇકો કાર ચાલક પરેશ બટુકભાઇ મુગલપરા, ભારતીનગર શેરી નં. ૧-માંથી રીક્ષા ચાલક જયેશ ભાણજીભાઇ ઘાવરી, તથા તાલુકા પોલીસે ૪૦ ફુટ રોડ વરૂરડી કોમ્પ્લેક્ષ પાસેથી નિતેષ સામજીભાઇ ધામેલીયા, ઠાકર ચોક પાસેથી ફોરચ્યુનર કારમાંથી મિહિર હર્ષદભાઇ ચાવડા, સંચિત સંદીપભાઇ ભારોટે, રવી પ્રેમચંદભાઇ તરટે, પ્રિતેશ રાજેશભાઇ ગોલડકાઉકર, હેમાંગી મિહીર ચાવડા, તૃપ્તી સંચિતભાઇ ભારોટે, તથા યુનિવર્સિટી પોલીસે નટરાજનગર મેઇન રોડ પર ન્યુ હરસીધ્ધી ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ ન જાળવનાર અ શ્વીન રામભાઇ નાધેરા, રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે મુરલીધર ડીલકસ પાન નામની દુકાન ધરાવતા વિપુલ પરબતભાઇ પંપાણીયા, નકલંક ટી સ્ટોલ ધરાવતા વિરમ કડવાભાઇ સીરોડીયા, યુનિવર્સિટી રોડ પર એફ.એસ.એલ. કચેરી સામે દ્વારકાધીશ હોટલ રાત્રે ખુલ્લી રાખનાર કાના નાગજીભાઇ પરમારને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:47 pm IST)