રાજકોટ
News of Friday, 4th September 2020

દારૂના ગુનામાં કબ્જે થયેલ કારનો કબ્જો પરત આપવા હાઇકોર્ટનો હૂકમ

રાજકોટ, તા.૪:  ગુજરાત પ્રોહીબેશન એકટના ગુનામાં મુદામાલ તરીકે મારૂતિ સુઝુકી અરટીગા કારને ગુજરાત હાઇકોર્ટે મુકત કરવાનો હુકમ કર્યો તો.

આ કેસની ટુંકમાં હકિકત એવી કે,  આ કામના અરજદાર રમણીકલાલ બાલકદાસ નિમાવતના દિકરા દેવેન નિમાવતએ પોતાના મિત્ર આરોપી જયેશ જગદીશ ચાવડાને અરટીગા કાર મિત્રતાના સંબંધે ચલાવવા આપેલ હોય પરંતુ આરોપીએ જામનગર ખાતે દારૂની ખેપ મારવામાં અરજદારની ગાડીનો દુરઉપયોગ કરેલ હોય. તેમજ જામનગર સી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા રેડ પાડીને આરોપી તથા કાર મુદામાલ તરીકે કબ્જે કરેલ હોફ જેથી અરજદારે પોતાની માલિકીની કાર મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ પ્રતિકભાઇ જસાણી તથા રાકેશભાઇ દોશી દ્વારા સ્પેશ્યલ ક્રિમીનલ એપ્લીકેશન ફાઇલ કરેલ. જેમાં એડવોકેટ શ્રી પ્રતિકભાઇ જસાણી તથા સરકારી વકીલની દલીલ સાંભળી જસ્ટીસ શ્રી એ.જી.ઉરેજીએ એડવોકેટશ્રી પ્રતિકભાઇ જસાણીની દલીલ માન્ય રાખીને અરજદાર તરફે ચુકાદો આપી અરજદારની મુદામાલ તરીકે સી-ડીવીઝન પોલીસ સ્ટેશન, જામનગરે કબજે કરેલ મારૂતિ સુઝુકી અરટીગા કાર અરજદારને જરૂરી શરતો સાથે હેન્ડ ઓવર કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર રમણીકલાલ બાલકદાસ નિમાવત તરફે એડવોકેટ શ્રી રાકેશભાઇ દોશી, ગૌતમ ગાંધી, વૈભવ કુંડલીયા તથા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શ્રી પ્રતિકભાઇ જસાણી રોકાયેલ હતા.

(3:50 pm IST)