રાજકોટ
News of Friday, 4th September 2020

બોગસ લાયસન્સના ગુન્હામાં આરોપીઓની જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૪: બોગસ લાયસન્સના ગુનામાં અદાલતે આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.ના કામે ઇ.પી.કો કલમ- ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪, ૧૨૦(બી) ફરીયાદ તા.૧૨-૪-૨૦૧૯ના કલાક ૨૧:૧૦ વાગ્યે પોલીસ અમલદાર શ્રી એચ.એમ.રાણાએ હેમાંશુભાઇ હસમુખભાઇ વાળા, રહે.મનહર સોસાયટી, માર્કેટીંગ યાર્ડ રોડ, રાજકોટવાળા સામે  નોંધાવેલ. જે અનુસંધાને રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના અમલદારોએ (૧) અરવિંદભાઇ કાનજીભાઇ જાદવ રહે.રાજકોટ (ર) નટુભાઇ ભીમજીભાઇ બાબરીયા ગામઃ બેટી (૩) બીજલભાઇ ધીરૂભાઇ ડાભી રહે. ગામઃ વેજાગામ  (૪) વિજયભાઇ મોહનભાઇ દાહોટીયા રહે. નવાગામ આણંદપર (પ) વિજયભાઇ રવજીભાઇ સારદીયા, રહે. રાજકોટ (૬) સુખદેવસિંહ લાલુભા ઉર્ફે બાલુભા ગોહિલ રહ.ે રાજકોટવાળાઓની તા.૧૯-૭-૨૦૨૦ના રોજ અટક કરી તા.૨૦-૭-૨૦૨૦ના રોજ નીચેની કોર્ટમાં રજુ કરેલ અને રાજકોટ જીલ્લા જેલ હવાલે મોકલી આપેલ. ત્યારબાદ હાલના અરજદાર/આરોપીઓએ રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારેલ હતી.

બન્ને પક્ષોની લંબાણપૂર્વકની દલીલો સાંભળ્યા બાદ અને અરજદાર/આરોપીઓ ગ્રાહક હોય તેઓએ એજન્ટને ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવાનું કામ સોંપેલ હોય અને કોઇ જાણણા ન હોય અને ઓછુ ભણેલા હોય તેઓને કોઇ જાણકારી ન હોય તેઓએ કોઇ ગુન્હો આચરેલ ન હોય તે અંગેની લંબાણપુર્વકની બચાવપક્ષની દલીલો સાંભળ્યા બાદ રાજકોટના સેસન્સ કોર્ટે આરોપીઓને રૂ.૧૦, ૦૦૦ / રૂ.૧પ,૦૦૦/ ના જામીન ઉપર મુકત કરેલ હતો.

આ કામમાં અરજદાર/આરોપી તરફે  અમિત એસ. ભગત, દિવ્યેશ મહેતા, કિરીટસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા વિજયભાઇ બાવળીયા રોકાયેલા હતા.

(3:51 pm IST)