રાજકોટ
News of Tuesday, 4th October 2022

એસ્‍ટ્રલ ફાઉન્‍ડેશ અમદાવાદ દ્વારા રાજકોટના જુવેનાઇલ ડાયબીટીસ ફાઉન્‍ડેશનને ૫૭.૬૨ લાખનું અનુદાન

રાજકોટ, તા.૪ : અમદાવાદના એસ્‍ટ્રલ ફાઉન્‍ડેશન દ્વારા ખરા અર્થમાં સામાજિક ઉત્તરદાયિત્‍વ નિભાવ રાજકોટની ઉમદા સેવાભાવી તથા  સંસ્‍થા જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન .રાજકોટને  કોર્પોરેટ સોશ્‍યલ રિસ્‍પોન્‍સિબિલિટી સી.એસ.આર, -ોજેક્‍ટ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૪૨,૬૨,૪૭૬ લાખ તેમજ હેપી -ોજેક્‍ટ (હાર્ટ એટેક -વિેંશન પ્રોજેક્‍ટ ફોર યુ) અંતગર્ત રૂ. ૧૫ લાખનું અનુદાન આપી. આમ કુલ મળી રૂ ૫૭,૬૨,૪૭૬ લાખનું અનુદાન આપી  ખરા અર્થમાં હૃદયથી વિશાળ કંપની બની  છેઉલ્લેખનીય છે કે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન દ્વારા ઉપરોક્‍ત બંને પ્રોજેક્‍ટ હેઠળ બાળકોને અતિ ઉચ્‍ચતમ અને સઘન સારવાર મળે તેવા ઉમદા હેતુ માટે અનુદાન રાશિ ઉપયોગમાં લેવાય છે ખાસ કરીને હેપી -પ્રોજેક્‍ટ હેઠળ જે બાળકને હૃદયની કોઈપણ બીમારી કે ખામી હોય તેની  સારવાર કરવામાં આવે છે. આ માટે ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ તથા અમદાવાદના જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા ૧૭૫ બાળકોને આવરી લેવાયા છે.

 ટાઈપ ૧ ડાયાબિટીસ ધરાવતા બાળકોને ૧ વર્ષ માટે એન્‍ડોક્રાઈનોલોજીસ્‍ટ ડોક્‍ટર્સ દ્વારા ચેકઅપ, બોઝલ-બોલસ ઇન્‍સ્‍યુલિન   ( જે વર્તમાનમાં  ડાયાબિટીસને કાબુમાં લેવા શ્રેષ્‍ઠ રામબાણ મેડિસિન છે), ગ્‍લુકોમીટર -સ્‍ટ્રીપ તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્‍ટ પેનનીડલ્‍સ તથા  સીરીંજ  તેમજ અન્‍ય સારવાર તદ્દન નિઃશુલ્‍ક આપવામાં આવશે.

વધુમાં હેપી પ્રોજેક્‍ટ અંતર્ગત હૃદય ની સારવાર માટે ૫૦૦ સભ્‍યો માટે ઈ.એસ.એફ., ક્‍લીનીકલ  લિપિડ પ્રોફાઈલ, ટી.એ.સી., કાર્ડીયાક, ૨ફુ ઇકોકાર્ડિયાક તેમજ અન્‍ય રિપોર્ટ સાથે નિઃશુલ્‍ક ટ્રીટમેન્‍ટ અપાશે. આ ઉમદા કાર્ય માટે એસ્‍ટ્રલ ફાઉન્‍ડેશન અમદાવાદના ડાયરેક્‍ટર શ્રી જાગળતિબેન એન્‍જીનીયર તથા એસ્‍ટ્રલ લિમિટેડના એમ.ડી. શ્રી સંદિપભાઈ એન્‍જીનીયર દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસ બાળકો માટે હંમેશા કરુણામય અને કળપાભર્યા દ્રષ્‍ટીકોણ અપનાવી તેઓ સમાજમાં પોતાનું સુંદર સામાજિક ઉત્તરદાયિત્‍વ  નિભાવી રહ્યા છે. ફાઉન્‍ડેશન સી.આર.એસ. ઇન્‍ચાર્જ જલ્‍પેશભાઈ JDF રાજકોટ તથા અમદાવાદના બાળકોને આ બધી સારવાર ઉત્તમ રીતે મળે તે માટે નિષ્‍ઠાપૂર્વક  અથાગ પ્રયત્‍ન કરી રહ્યા  છે.

(4:14 pm IST)