News of Tuesday, 4th October 2022
જિલ્લા પંચાયતની કારોબારી ૧૪મીએ આચરસંહિતા પૂર્વેની અંતિમ બેઠક
રાજકોટ તા. ૪ : જિલ્લા પંચાયતમાં દર મહિને મળતી કારોબારી સમિતિની બેઠક આ વખતે તા.૧૪ ગુરૂવારે યોજાનાર છે. આ અંગેની નોંધ કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાએ વહીવટી તંત્રને મોકલી છે. ધારાસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્વની આ અંતિમ કારોબારી બની રહે તેવી શકયતા છે.
(5:00 pm IST)