રાજકોટ
News of Friday, 4th December 2020

રમેશભાઇ જોષીના પરિવારજનોને સાંત્વના આપતા સી.આર. પાટીલ અને આગેવાનો : કાલે રાજકોટમાં અને સોમવારે ટોબરા ગીર ખાતે બેસણું

રાજકોટ : શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષીના નાનાભાઇ રમેશભાઇ જોષીનું દુઃખદ અવસાન થતા શોકમગ્ન હરેશભાઇ તથા તેમના પરિવારજનોને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે તેમના નિવાસ સ્થાન ખાતે સાંત્વના પાઠવી શોકની લાગણી વ્યકત કરી હતી. આ તકે ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, ઉપપ્રમુખ પ્રદીપ ડવ, સુરતના ધારાસભ્ય હર્ષદભાઇ સંઘવી તેમજ વોર્ડ નં. ૧૭ ના પ્રભારી જીજ્ઞેશ જોષી, મનપા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર સહીતના ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન સ્વ. રમેશભાઇનું બેસણું રાજકોટમાં તેમના નિવાસ સ્થાન ખાતે આવતીકાલે તા. પ ના શનિવારે સાંજે ૪ થી ૬ તેમજ મુળ વતન ટોબરા (ગીર) ખાતે તા. ૭ ના સોમવારે ૧૦ વાગ્યાથી રાખેલ છે. હરેશભાઇ જોષી (મો.૯૪૨૬૯ ૫૯૫૬૫) નો સંપર્ક થઇ શકશે.

(3:28 pm IST)