રાજકોટ
News of Friday, 4th December 2020

ડુંગળી-બટેટામાં કિલોએ વધુ પ રૂ. તૂટયા

નવી આવકો શરૂ થતા ભાવો ઘટવા લાગ્યાઃ ડુંગળી એક કિલોના ભાવ ઘટીને ૩૦ થી ૪૦ અને બટેટાના ભાવ ૩પ થી ૪૦ રૂ. થઇ ગયાઃ હજુ પણ ભાવો ઘટશે

રાજકોટ તા. ૪ :.. ડુંગળી અને બટેટાના ભાવોએ રડાવ્યા બાદ હવે ક્રમશ ભાવો તૂટવા લાગતા ગૃહિણીઓમાં હાશકારો ફેલાયો છે. નવી આવકો શરૂ થતા ડંુગળી અને બટેટાના ભાવમાં કિલોએ વધુ પ રૂ. નીકળી ગયા છે.

વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ નવી ડુંગળીની આવકો ધીમેધીમે શરૂ થતા ડુંગળીના ભાવો ઘટી રહ્યા છે. ડુંગળી જૂની એક મણ (ર૦ કિલો)ના ભાવ પ૦૦થી ૬૦૦ રૂ. હતા તે ૧૦૦ રૂ. ઘટીને ૪૦૦ થી પ૦૦ રૂ. અને  નવી ડુંગળી એક  મણ (ર૦ કિલો)ના ભાવ પ૦૦થી ૭૦૦ રૂ. હતાં તે ૧૦૦ રૂ. ઘટીને ૪૦૦થી ૬૦૦ રૂ. થઇ ગયા છે. છૂટકમાં ડુંગળી એક કિલોના ભાવ ૩પ થી ૪પ રૂ. હતાં તે ઘટીને ૩૦થી ૪૦ રૂ. થઇ ગયા છે. આગામી દિવસોમાં ડુંગળીની આવકો વચ્ચે હજુ પણ ભાવો ઘટે તેવી શકયતા છે.

તેવી જ રીતે બટેટામાં પણ નવી આવકો શરૂ થતા ભાવો તૂટી રહ્યા છે. પોખરાજ બટેટા એક મણ (ર૦ કિલો)ના ભાવ પ૦૦થી ૬૩૦ રૂ. હતા તે ૧૦૦ રૂ. ઘટીને ૪૦૦થી પ૩૦ રૂ. અને બટેટા બાદશાહ એક મણ (ર૦ કિલો)ના ભાવ ૬૦૦થી ૭૦૦ રૂ. હતાં તે ૧૦૦ રૂ. ઘટીને પ૦૦થી ૬૦૦ રૂ. થઇ ગયા છે. ટુકમાં બેસ્ટ કવોલીટીના બટેટા એક કિલોના ભાવ ૪૦થી ૪પ રૂ. હતા તે ઘટીને ૩પ થી ૪૦ અને મધ્યમ બટેટા એક કિલોના ભાવ ૩પથી ૪૦ રૂ. હતા. તે ઘટીને ૩૦થી ૩પ રૂ. થઇ ગયા છે. પંજાબ અને ઇન્દોરથી નવા બટેટાની આવકો ચાલુ થઇ ગઇ છે. ટૂંક સમયમાં યુપી અને ગુજરાતના નવા બટેટાની આવકો ચાલુ થતા હજુ પણ ભાવો ઘટશે.

અત્રે એ નોંધનીય છે કે, થોડા સમય પૂર્વે બટેટા એક કિલોના ભાવ પપથી ૬૦ રૂ. અને ડુંગળી એક કિલોના ભાવ ૮૦થી ૧૦૦ રૂ. થઇ જતા ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો હતો. જોકેહવે ડુંગળી અને બટેટાના ભાવો ઘટતા ગૃહીણીઓમાં રાહત ફેલાઇ છે.

(3:29 pm IST)