૧૧મીએ રૂડાની બોર્ડ બેઠક : વિવિધ રસ્તાઓ બનાવવા : માલીયાસણ -સોખડામાં ટી.પી. સ્કીમ સહીતની પાંચ દરખાસ્તોનો થશે નિર્ણય
રાજકોટ,તા. ૪: આગામી તા. ૧૧ ડીસેમ્બરે 'રૂડા'ની બોર્ડ બેઠક યોજાશે. જેવા વિવિધ રસ્તાઓ તથા માલિયાસણ અને સોખડામાં નવી ટી.પી. સ્કીમ બનાવવાનો ઇરાદો જાહેર કરવા સહીતની દરખાસ્તોનો નિર્ણય લેવાનાર છે.
આ અંગે રૂડાના કારોબારી અધિકારી સતાવાર યાદીમાં જણાવાય મુજબ રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળ દ્વારા તા.૧૧ના રોજ ૧૬૨મી બોર્ડ બેઠકમાં મનહરપુર-રોણકી તથા માલીયાસણ-સોખડામાં કુલ-૨ સુચિત મુસદ્દારૂપ નગર રચના યોજના બનાવવા ઇરાદો જાહેર કરવા, રીંગરોડ-૨ અંતર્ગત કાળીપાટથી માલીયાસણ ગામ સુધીના રસ્તા તથા કુલ-૨ બ્રિજના કામો ઉપરાંત એઆઇઆઇએમએસ હોસ્પીટલને જોડતા રસ્તા તેમજ અન્ય રસ્તાઓના કામો, રૂડા હેઠળના ગામોમાં ઘન કચરાના નિકાલ માટે રીફયુઝ કોમ્પેકટર તથા અન્ય સાધનો ખરીદવાના કામોને બહાલી આપવા વિચાર વિર્મશ કરવામાં આવશે. વધુમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના હિસાબો તથા વર્ષ ૨૦૨૦-૨૦૨૧નું સુધારેલ અંદાજપત્ર રજૂ થશે.