રાજકોટ
News of Friday, 4th December 2020

જામનગર ગુજસીકોટ કેસ બાબતે સ્પે.પી.પી. તુષાર ગોકાણીની ખેલદીલી

રાજકોટ, તા.૪ : રાજકોટ જીલ્લા માટે ગુજસીકોટ કેસોમાં સ્પે.પી.પી. તરીકે ગુજરાત સરકારના કાયદા વિભાગે રાજકોટના યુવા એડવોકેટ તુષાર ગોકાણીની નિમણૂંક કરી છે, પરંતુ જામનગરના કેસમાં તેઓ અગાઉ એક આરોપી વતી વકીલ તરીકે રોકાયેલ હોય તેઓએ આ કેસ સિવાયના ગુજસીકોટ અંગેના કેસોમાં પોતાની કાયદાકીય ફરજ નિભાવશે તેમ જણાવીને સરકારશ્રીને પણ સાચી હકીકત જણાવીને કાયદા કાનુન પ્રશ્ને વિશ્વાસ ઉભો કર્યો છે.

ગોંડલના ગુજસીકોટ કાયદા હેઠળના કેસો ઉપરાંત હવે કોઇપણ કેસો આ પ્રકારના નોંધાશે તો સરકાર પક્ષ વતી સ્પે. પી.પી. તરીકે શ્રી તુષાર ગોકાણી કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહીને રજુઆતો કરશે.

(3:48 pm IST)