રાજકોટ
News of Friday, 5th February 2021

ઇન્ડિયન લાયન્સની ૨૧મી નેશનલ કોન્ફરન્સ રવિવારે ચોટીલામાં મળશે

ચિફ પેટ્રન તરીકે હિતેષ પંડયા અને ચેરપર્સન તરીકે આશાબેન પંડયા શપથ ગ્રહણ કરશે

રાજકોટ તા. ૫ : ઇન્ડિયન લાયન્સ રાજકોટ અને મોરબીની બધી જ કલબના યજમાનપદે ૨૧ મી ઇન્ડિયન લાયન્સ નેશનલ કોન્ફરન્સ તા. ૭ ના રવિવારે ચોટીલા જોલી રીસોર્ટ ખાતે યોજવામાં આવેલ છે. જેમાં નેશનલ ચેરપર્સન ઇ.લા. આશાબેન પંડયા અને તેમની ટીમની શપથવિધિ કરવામાં આવશે. જયારે ચીફ પેટ્રન તરીકે મુખ્યમંત્રીના જનસંપર્ક અધિકારી હિતેષ પંડયાને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. શપથગ્રહણ પુરોહીત તરીકે કૌશિકભાઇ બુમિયા ઉપસ્થિત રહેશે.

કોન્ફરન્સનો પ્રારંભ તા. ૬ ના શનિવારે સાંજે કરાશે. બોર્ડ મીટીંગમાં ૧૨૦ થી વધારે બોર્ડ મેમ્બરો ઉપસ્થિત રહેશે. આગામી સમયમાં ૧૫૧ થી વધારે કલબનો ગુજરાતમાં લક્ષ્યાંક પુરો કરવાના વિચારો મુર્તિમંત કરાશે. ગુજરાત સ્ટેટના ચાર સેકટર ચેરમેનની જાહેરાત સાથે ગુજરાત સ્ટેટ કાઉન્સીલની રચના કરવામાં આવશે.

ગુજરાત વેસ્ટ સેકટરના ચેરમેન વનરાજભાઇ ગરૈયા, કન્વીનર હસુભાઇ સોરીયા, કો-કન્વીનર સુરેશભાઇ કટારીયા અને પ્રિતિબેન દેસાઇની વરણી કરાશે. સેન્ટ્રલ સેકટર ચેરમેન તરીકે રમેશભાઇ શાહ, કન્વીનર હસમુખભાઇ પ્રજાપિત, કો-કન્વીનર ડો. હમીરભાઇ મકવાણા, જેરાબેન મીયાંગવાલાની વરણી થશે. સાઉથ સેકટર ચેરમેન દીપીકાબેન દવે, કન્વીનર રક્ષાબેન પટેલ, કો-કન્વીનર નયનભાઇ પટેલની વરણી થશે. નોર્થ સેકટર ચેરમેન હેમરાજભાઇ રાણા, કન્વીનર રાધેશ્યામભાઇ યાદવ, કો-કન્વીનર સદાનંદભાઇ ભટ્ટ અને ભરતભાઇ દેસાઇ સંભાળશે.

ઇન્ડિયન લાયન્સ નેશનલ કોન્ફરન્સને સફળ બનાવવા મોરબી અને રાજકોટની તમામ કલબ અને મેમ્બર્સ જહેમત ઉઠાવી રહ્યા છે. અક્ષયભાઇ ઠકકર, વિજયાબેન કટારીયા, વનરાજભાઇ ગરૈયા, શોભનાબેન ઝાલા, કૌશિક ટાંક વિશેષ જહેમત ઉઠાવી રહેલ છે.

(3:11 pm IST)