News of Friday, 5th February 2021
ઉમેદવારી સમયે વોર્ડ નં. ૧ ના ક્ષત્રીય સમાજના આગેવાનો ઉમટી પડયા
વોર્ડ નં. ૧ માંથી ભાજપમાંથી રીપીટ કરાયેલ દુર્ગાબા જયદીપસિંહ જાડેજાએ આજે બપોરે ઉમેદવારી પત્રક રજૂ કર્યુ હતું તે વેળાએ વોર્ડ નં. ૧ ના ક્ષત્રીય સમાજના આગેવાનો રાજભા એચ. ઝાલા (એડવોકેટ), મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા (મોટા મોવા), દેવેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા, (ઇંગોરોળા) ડો. અશોકસિંહ જાડેજા (પીપર) મહિપતસિંહ જાડેજા (તાળી સણોસરા), રામદેવસિંહ જાડેજા (ખાખરાબેલા), જયરાજસિંહ જાડેજા (વોર્ડ નં. ૧ ભાજપ મહામંત્રી) જયદીપસિંહ જાડેજા (વોર્ડ નં. ૧ ભાજપ અગ્રણી) ગણપતસિંહ જાડેજા (ઘંટેશ્વર) તથા ક્ષત્રીય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:15 pm IST)