રાજકોટ
News of Tuesday, 4th May 2021

બેભાન હાલતમાં ગુણાતિતનગરના વૃધ્ધ લક્ષમણભાઇએ દમ તોડ્યો

મોરબીના મહેશસિંગનું પણ બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૪: ગુરૂપ્રસાદ ચોક ગુણાતિતનગરમાં રહેતાં લક્ષમણભાઇ નરસિંહભાઇ માલી(ઉ.વ.૮૭) રાતે દસેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

બીજા બનાવમાં મોરબી ઢુવા ચોકડી પાસે બ્રાવર કંપની પાસે રહેતાં અને મજૂરી  કરતો મહેશસિંગ બરલસિંગ (ઉ.૨૪) બેભાન થઇ જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.  

(3:23 pm IST)