રાજકોટ
News of Tuesday, 4th May 2021

ન્યુ સુભાષનગરમાં એકટીવામાંથી દારૂની બે બોટલ સાથે ગૌતમ અને ભાગ્ય પકડાયા

રાજકોટ,તા. ૪: કોઠારિયા રોડ ન્યુ. સુભાષનગર બગીચા પાસેથી ક્રામઇ બ્રાંચની ટીમે બાતમીના આધારે એકટીવામાંથી દારૂની બે બોટલ સાથે બી.બી.એનો છાત્ર સહિત બંને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ન્યુ. સુભાષનગર પાસે શખ્સ એકટીવામાં દારૂ સાથે ઉભો હોવાની ક્રાઇમ બ્રાંચના એએસઆઇ રાજદીપસિંહ અને જયેશભાઇને બાતમી મળતા પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા, એએસઆઇ જયેશભાઇ, રાજદીપસિંહ, હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ, ભરતસિંહ સહિતે ન્યુ.સુભાષનગર બગીચા પાસેથી જીજે૩કેઆર૬૪૮૨ નંબરના એકટીવા ચાલકને પકડી લઇ તલાશી લેતા એકટીવાની ડેકીમાંથી રૂ.૧,૦૦૦ની કિંમતની બે બોટલ સાથે ગૌતમ રમેશભાઇ હરસોડા (ઉવ.૧૯) (રહે. મવડી જસરાજનગર -૩) અને ભાગ્ય મનોજભાઇ ટોપીયા (ઉવ.૨૧) (રહે. કોઠારિયા રોડ ગોવિંદનગર)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. પકડાયેલો ગૌતમ બી.બી.એ.નો અભ્યાસ કરે છે. અને ભાગ્ય પાની કેબીન ચલાવે છે.

(3:26 pm IST)