રાજકોટ
News of Tuesday, 4th May 2021

રાત્રી કર્ફયુના ૧ ૧૩ માસ્કના ર૦, દુકાન ખુલ્લી રાખી વેપાર કરનાર ૧ર વેપારી મળી ૧૪૧ કેસ

રાજકોટ તા. ૪ : શહેરમાં રાત્રી કર્ફ્યુની કડક અમલવારી માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરાવમાં આવી રહ્યું છે. ત્યારે કરફ્યુ  અને લોકડાઉનની સચોટ અમલવારી માટે એસીપી પી.કે.દિયોરાના માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ કે.એ.વાળાની રાહબરીમાં પીએસઆઇ જે.જી. રાણા તથા સ્ટાફ અને ટેકનિકલ ટીમ દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને કર્ફ્યુ સહિતના નિયમોની કડક અમલવારી કરાવવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરમાં  પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન જરૂરી કામ વગર બહાર લટાર મારવા નીકળેલા વધુ ૧૧૩ શખસો સામે કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત માસ્ક ના પહેરનાર ૨૦ શખ્સો સામે કાર્યવાહી કરી હતી. તેમજ લોકડાઉન હોવા છતાં નિયમ વિરુદ્ધ દુકાનો ખુલી રાખનાર ૧૨ નાના મોટા વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી. તથા હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા હોવાછતાં ઘર બહાર નીકળવા અંગે ૧૨ શખ્સ સામે કાર્યવાહી કરી હતી.  પોલીસે આ સહિત કુલ જાહેરનામા ભંગના ૧૪૧ નોંધાયેલ છે.

(4:07 pm IST)