રાજકોટ
News of Tuesday, 4th May 2021

જામનગર રોડ રેલવેના મેદાનમાંથી અજાણ્યા આધેડની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી

આધેડના જમણા હાથ પર ગુજરાતીમાં 'શ્રીરામ' ત્રોફાવેલછેઃ ઓળખ મેળવવા ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૪ : જામનગર રોડ પર રેલવેના મેદાનમાં અવાવરૂ જગ્યામાંથી અજાણ્યા આધેડની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર આઇઓસી ડેપોની સામે રેલવેના મેદાનમાં અવાવરૂ જગ્યામાં એક આશરૈ પ૦ વર્ષનો અજાણ્યોઆધેડની શર્ટ પહેરેલી હાલતમાંં લાશ પડી હોવાની કોઇએ  જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના  પી.આઇ. કે. એ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે. જીરાણા તથા હેડકોન્સ ઘેલુભાઇ અને રાઇટર અર્જુનભાઇ સહિત સ્ટાફ સાથેટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી.યુવાને સફેદ અને ગ્રે ડીઝાઇનવાળો શર્ટ અને અંડરવેર પહેરેલ છે તેના જમણા હાથમાં ગુજરાતીમાં 'શ્રીરામ' ત્રોફાવેલ છે.દોઢેક દિવસથી આધેડ બેભાન હાલતમાં પડયો રહ્યો હોવાની તેના શરીરે કાળા ડાઘ પડી ગયો છે. પોલીસે યુવાનના મૃત્યુ પાછળનું કારણ જાણવા મૃતદેહને પીેએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે. અને તેની ઓળખ મેળવવા તપાસ હાથધરી છે જો કોઇ આઆધેડના સગા સંબંધી હોય તો ગાંધીગ્રામ પોલીસ મથક ફોન નંબર ૦ર૮૧ -રપ૮૮૦૮પ ઉપર સપંર્ક કરવા જણાવાયું છે.

(4:09 pm IST)