રાજકોટ
News of Wednesday, 5th May 2021

કોર્પોરેશન ચોકમાં મોબાઇલ રીપેરીંગ બાબતે બે કૌટુંબીક ભાઇઓ પર છરી વડે હુમલો

રાજકોટ : સાધુવાસવાણી રોડ ઉપર રહેતા રોમિત અશિતભાઇ ડોડીયા (..ર૪) તથા તેના કૌટુંબિકભાઇ ધ્રુવેનસિંહ ક્રિપાલસિંહ જેઠવા (..૧૯) બંને સાંજે કોર્પોરેશન ચોકમાં હતા ત્યારે અમિત સોની તથા તેની સાથેના અજાણ્યા શખ્સોએ મોબાઇલ રીપેરીંગ બાબતે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો.

બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બનાવની જાણ થતા -ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. કે.સી. સોઢા સહિતનો સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(9:00 pm IST)