રાજકોટ
News of Tuesday, 4th May 2021

શિવમ પાર્કમાં દિકરા દિકરીને કોરોનાની દવા છે કહી ઝેર પીવડાવી પોતે પણ પી ગયેલા કર્મકાંડી યુવાન કમલેશભાઈ રામકૃષ્ણભાઈ લાબડીયાનું સારવાર દરમિયાન મોત

રાજકોટઃ નાના મવા રોડ શાસ્ત્રીનગર સામે શિવમ પાર્કમાં રહેતા કમલેશભાઈ લાબડીયાએ પુત્ર અને પુત્રીને ઝેરી દવા પીવડાવી હતી અને પોતે પણ પી ગયા હતા. 

22 વર્ષના દિકરા અંકિતે ગઈ કાલે દમ તોડ્યો હતો: 21 વર્ષની દિકરી કૃપાલી સારવાર હેઠળ છે: મકાનના સોદામાં પોતાની સાથે ઠગાઈ થયાનું સુસાઇડ નોટમાં લખ્યું હતું:   ચિઠ્ઠીમાં વકીલ સહિત 5ના નામો હતાં: આજે જ સાંસદ રામભાઈ મોકરિયા, નીતિનભાઈ ભારદ્વાજ તેમજ  સમસ્ત બ્રહ્મ સમાજે ન્યાયી તટસ્થ તપાસની માંગણી સાથે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. તાલુકા પોલીસે મૃતક વિરૂદ્ધ તેમના પત્ની જયશ્રીબેનની ફરિયાદ પરથી હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધયો હતો.

(9:07 pm IST)