રાજકોટ
News of Wednesday, 5th May 2021

કોરોના મહામારીમાં સેંકડો દર્દીઓની સફળ સારવાર કરનાર

ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. જીગર પાડલીયા-ડો.દર્શન જાનીનું નવુ સોપાન પ્રિમીયર ICU હોસ્પીટલ : OPD નો શુભારંભ

જુલાઇમાં હોસ્પીટલ સંપુર્ણ કાર્યરત થશે : હાલ મંગળા રોડ પર ડો. પાડલીયા અને ડો. જાનીની OPD શરૂ : અભિનંદન વર્ષા

રાજકોટ, તા. ૫ :  કોવીડ-૧૯ ની મહામારીમાં અનેક તબીબોએ હજારો દર્દીઓની સારવાર કરીને કોરોનાથી મુકત કરાવ્યા છે. રાજકોટ શહેરના દર્દીના દર્દને નજીકથી પારખીને ટુંકાગાળામાં બહોળો અનુભવનું ભાથુ બાંધીને સચોટ નિદાન સારવાર કરનાર બે તરવરીયા તબીબો ડો. જીગર પાડલીયા અને ડો. દર્શન જાનીએ  હવે સિનર્જી હોસ્પિટલને બાય બાય કરીને પોતાની નવી હોસ્પિટલ શરૂ કરી છે.

રાજકોટની સિનર્જી ગ્રુપ હોસ્પિટલમાં સ્ટાર કોવીડ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી સેંકડો કોરોના સંક્રમીતોની સતત અને અસરકારક સારવાર કરનાર ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. જીગર પાડલીયા અને ડો. દર્શન જાની હવે પ્રિમીયર હોસ્પિટલ શરૂ કરવા જઇ રહ્યા છે. 

દર્દીઓની તકલીફ અને દર્દને પારખી અનેક જટીલ રોગના દર્દીઓની ઝડપી સારવાર કરી ભારે નામના મેળવનાર ડો. જીગર પાડલીયા અને ડો. દર્શન જાનીની ૧પ૦ ફૂટ રીંગ રોડ ઉપર પ્રિમીયર હોસ્પિટલ અને આઇસીયુ શરૂ કરવા જઇ રહ્યા છે. ડો. જીગર પાડલીયા અને ડો. દર્શન જાનીની પ્રિમીયર હોસ્પિટલ જુલાઇ માસમાં સમયમાં કાર્યરત થશે.

અનેક દર્દીઓની ઝડપી અને સફળ સારવાર કરનાર ડો. જીગર પાડલીયા અને ડો. દર્શન જાની હવે તાત્કાલીક ઓપીડી શરૂ કરી છે. પ્રિમીયર હોસ્પિટલનું હાલ ઓપીડી સ્માઇલ બીલ્ડીંગ મંગળા રોડ રાજકોટ ખાતે શરૂ કર્યુ છે. કોરોનાની દર્દીઓની સારવાર કરનાર ડો. પાડલીયા અને ડો. જાનીએ ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓની સારવાર કરશે.

દર્દીઓને સતત ઉપયોગી થવુ હિંમત આપવી, હકારાત્મક વલણ દ્વારા સારવાર કરનાર ડો. જીગર પાડલીયા અને ડો. દર્શન જાનીએ ટુંકાગાળામાં રાજકોટ સૌરાષ્ટ્રમાં ભારે નામના મેળવી છે.

કોરોનાના જટીલ કેસોમાં ડો. જીગર પાડલીયા અને ડો. દર્શન જાનીએ કરેલી સારવારની નોંધ લઇને કોરોના વોરીયરના બિરૂદથી સન્માનીત સરકાર અને ઇન્ડીયન મેડીકલ એસોસીએશને કર્યુ છે.

ડો. જીગર પાડલીયા

રાજકોટના ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. જીગર પાડલીયાનું નામ તબીબી ક્ષેત્રે ખુબ જાણીતુ છે. ડો. જીગર પાડલીયા એમબીબીએસનો અભ્યાસ એમએનઆર મેડીકલ કોલેજમાંથી કર્યો છે. આઇડીસીસીએમ વોકહાર્ટ હોસ્પિટલ તેમજ સીટીસીસીએમનો અભ્યાસ પણ વોકહાર્ટ હોસ્પિટલમાંથી કર્યો છે. ર૦૧૪ થી ર૦૧૮ દરમ્યાન વોકહાર્ટ હોસ્પિટલ અને ર૦૧૯ થી ૨૦૨૧ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ક્રિટીકલ કેર નિષ્ણાંત તરીકે ફરજ બજાવી છે. છેલ્લા એક વર્ષમાં ૫ હજારથી વધુ કોરોનાના દર્દીઓની સારવાર કરનાર ટીમમાં ડો.જીગર પાડલીયા પણ અગ્રેસર હતા.

ડો.દર્શન જાની

બાલ્યકાળથી જ અભ્યાસમાં તેજસ્વી ડો.દર્શન સંજીવભાઈ જાનીએ પાયાનું શિક્ષણ રાજકોટની સેન્ટમેરી સ્કુલમાં લીધુ. એમબીબીએસ રશિયાની ખ્યાતનામ મેડીકલ કોલેજમાંથી કર્યુ છે. ઈન્ટરશીપ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કરેલ. સીટીસીસીએમ - આઈડીસીસીએમ - ક્રીટીકલ કેર મેડીસીનમાં ઓલ ઈન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવેલ. ડો.દર્શન જાનીએ ૨૦૧૨થી ૨૦૧૮ સુધી રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ ૨૦૧૮-૨૦૨૧ દરમિયાન સીનર્જી હોસ્પિટલ રાજકોટમાં ફરજ બજાવેલ છે. ડો.દર્શન જાનીએ ૫ હજારથી વધુ કોવિડ ૧૯ના દર્દીઓની સારવાર કરવાની ટીમમાં ડો.દર્શન જાની અગ્રીમ હતા.

(11:53 am IST)