રાજકોટ
News of Wednesday, 5th May 2021

સ્વ. કનુઅદાની સ્મૃતિ સદા ધબકતી અને ઝબકતી રાખશુ : સાતા પરિવારનો સંકલ્પ

સ્વર્ગસ્થ શાસ્ત્રીજીને મળ્યુ અપાર માન : પરિવાર દ્વારા ઋણ સ્વીકાર

રાજકોટ તા. ૫ : પડધરી નિવાસી સુપ્રસિધ્ધ કથાકાર શાસ્ત્રી શ્રી કનુભાઇ સાતા (ઉ.૭૮)નું તા. ૧ના રોજ દુઃખદ અવસાન થતાં સગા - સબંધીઓ, શુભેચ્છકો, યજમાનો વગેરેએ અર્પણ કરેલ શ્રધ્ધાંજલિ પાઠવેલ સાંત્વના અંગે સાતા પરિવારે જાહેર ઋણ સ્વીકાર કર્યો છે.

સ્વ. કનુઅદાના સૂપૂત્રો દુર્ગેશભાઇ (મો. ૯૮૯૮૨ ૩૩૩૮૧), જયેશભાઇ અને સૂપૂત્રી દક્ષાબેનએ પિતાજીએ ચીંધેલા પ્રેરક માર્ગે આગળ ચાલવાનો સંકલ્પ કરીને જણાવ્યું છે કે સ્વર્ગસ્થની વિદ્વતા, લાગણી અને માયાળુ સ્વભાવ કદી ભૂલાશે નહિ. તેમનું સમગ્ર જીવન સાત્વિક અને તેજોમય હતું. તેમની સ્મૃતિ સદા ધબકતી અને ઝબકતી રાખશું. તેમના દેહવિલય નિમિત્તે સેંકડો લોકો તરફથી શોક સંદેશા અને સાંત્વના મળી છે. અમારા દુઃખમાં ભાગ લેનારા સૌનો ઋણ સ્વીકાર કરીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે સારસ્વત બ્રાહ્મણ શ્રી કનુઅદા લોહાણા સમાજના ગોર હતા. વ્યાસપીઠ પરથી શ્રીમદ્ ભાગવત જ્ઞાનગંગા વહેવડાવી શ્રોતાઓને ભાવવિભોર કરતા. સેંકડો લગ્ન પ્રસંગોમાં શાસ્ત્રોકત વિધિ કરાવી હતી. તેમનો વારસો તેમના સૂપૂત્રો દુર્ગેશભાઇ અને જયેશભાઇએ સંભાળી ગોર તરીકે નામના મેળવી છે.

(12:03 pm IST)