રાજકોટ
News of Wednesday, 5th May 2021

પશ્ચિમ વિભાગના પોલીસ સ્ટેશનોના તમામ સ્ટાફને બાન લેબના સહયોગથી બુસ્ટર કિટનું વિતરણ કરાયું

શહેરના પશ્ચિમ વિભાગના પોલીસ સ્ટેશનો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કોવિડ સંક્રમણ વચ્ચે પણ સતત ફરજ બજાવતાં હોઇ તેમને કોરોના સામો રક્ષણ મળે તે માટે બાન લેબના ઓનર મોૈલેશભાઇ ઉકાણીના સહયોગથી બુસ્ટર કિટ આપવામાં આવી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પોલીસ સ્ટેશનોમાં બુસ્ટર કિટનું વિતરણ થયું હતું.

(12:55 pm IST)