રાજકોટ
News of Wednesday, 5th May 2021

એસ.ડી.યુવા ગ્રુપ દ્વારા વિવિધ સેવાકાર્ય

રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર દેશ કોવિડ-૧૯ સામે લડી રહ્યું છે ત્યારે રાજકોટ રામનાથપરા કારડિયા રાજપુત સમાજના યુવા અગ્રણી સહદેવસિંહ ધીરુભા ડોડીયા તથા એસ.ડી યુવા ગ્રુપ રામનાથપરા દ્વારા 'સેવા પરમો ધર્મ' ના સૂત્રથી તા. ૨૩ માર્ચથી આજ સુધી સતત અનેક વિવિધ સેવા કાર્ય ચાલાવી રહ્યાં છે તેમાં માસ્ક અને સેનિટાઇઝર નિઃશુલ્ક વેચાણ,૧૫૦ થી વધુ ઓકિસજન સિલિન્ડરની નિઃશુલ્ક સેવા અને નિઃશુલ્ક રિફિલિંગ, ૫૦૦૦ થી વધુ અનાજ કીટ વિતરણ, ૩૦૦૦ થી વધુ લોકો ને બપોરે અને રાત્રિ ભોજન, શ્રી પંચનાથ હોસ્પિટલમાં  ૨૪ કલાક સેવા, નિઃશુલ્ક દવાઓ વિતરણ, જરૂરીયાતમંદ લોકોને આર્થીક મદદ તેમજ અનેક સેવાકીય સંસ્થાની સાથે જોડાયેલ વિવિધ સેવા કાર્ય કરતા આવ્યા છે અને આજે પણ આ બધાજ સેવાકીય કાર્ય ચાલુ છે વધી રહેલા કોવિડ કેસને ધ્યાને લઇ આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહયા છે.

આ સેવા કાર્યની ધનસુખભાઇ ભંડેરી તથા કમલેશભાઇ મીરાણીએ પ્રશંસા કરી હતી. આ નિઃશુલ્ક સેવાકાર્યામાં સહદેવ ડોડીયા, શૈલેષ ડોડીયા, દીપેશ ડોડીયા, રવિરાજ ડોડીયા, હિમાંશુ ડોડીયા, ભવદીપ ડોડીયા, અનિલ પ્રજાપતિ, હુસેન પઠાણ, ભદ્રેશ રાઠોડ, શ્વેતરાજ હેરમા, હિમાલય ડોડીયા, સંદીપ ડોડીયા, મનોજભાઈ ડોડીયા, મિલન લખતરિયા, પ્રતીક રાઠોડ, અનિકેત પરમાર, રાજ પરમાર, વિશાલ કલોલા, મયુર હેરમા, અંકિત ગોસાઈ, ઉસ્માન મજોડી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહયા છે.

(3:04 pm IST)