રાજકોટ
News of Wednesday, 5th May 2021

ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ભકિતનગરમાં આઇસોલેશન સેન્ટર શરૂ

રાજકોટ : કોરોના મહામારીમાં હોમ કોરોન્ટાઇન દર્દીઓને તમામ સુવિધા મળી રહે તે હેતુથી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ભકિતનગર સ્ટેશન પ્લોટમાં આવેલ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળના સહયોગથી મંડળના જ બિલ્ડીંગમાં નિઃશુલ્ક આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. જે કોરોના પેશન્ટને આઇસોલેટ થવા ઘરે સુવિધા ન હોય તેઓને અહીં ડોકટરની મંજુરીથી પ્રવેશ અપાશે. દર્દીને સવારે ઉકાળો, ચા-નાસ્તો, બપોરે સાત્વીક ભોજન તેમજ હળદરવાળુ દુધ આપવામાં આવે છે. રહેવા જમવાની સગવડ સાથે જરૂરી દવાઓ પણ અપાય છે. તનાવ મુકત વાતાવરણ બનાવવા સંગીત સંધ્યા પણ રાખવામાં આવે છે. આ કોમ્યુનીટી આઇસોલેશન સેન્ટરમાં સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મુકેશભાઇ પંચાસરાના કન્વીનર પદે બનાવાયેલ ડોકટરોની ટીમમાં ડો. અમિત ખંભાયતા, ડો. હિતેશ ચંદવાણીયા, ડો. દેવેન સંચાણીયા સવાર સાંજ દર્દીઓની તપાસ કરી જાય છે. ડો. રોહીત ભાલારા, ડો. ભરત વડગામા, ડો. હરેશ ભારદીયા, ડો. વત્સલ ભાડેશીયા, ડો. ભાર્ગવ પાટણવાડીયા, ડો. અમી કરગથરા ઓનલાઇન માર્ગદર્શન સેવા આપે છે. આ આઇસોલેશન સેન્ટરના પ્રારંભ સમયે પ્રમુખ રસીકભાઇ બદ્રકીયા, અધ્યક્ષ મુકેશભાઇ વડગામા, કેળવણી મંડળના અધ્યક્ષ કીશોરભાઇ જાદવાણી સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુર્જર સુથાર જ્ઞાતિના ટ્રસ્ટીઓ મુકેશભાઇ ભાડેશીયા, વિનયભાઇ તલસાણીયા, ઉપાધ્યક્ષ જગદીશભાઇ સોંડાગર, ટ્રસ્ટી દિનેશભાઇ ખંભાયતા, મંત્રી પ્રદીપભાઇ કરગથરા, ઉપપ્રમુખ કાંતિભાઇ તલસાણીયા, પ્રગતિ મંડળના પ્રમુખ કિશોરભાઇ બકરાણીયા, મંત્રી રમણીકભાઇ પાટણવાડીયા, કેળવણી મંડળના ઉપપ્રમુખ ચંદ્રેશ ખંભાયતા, ટ્રસ્ટી ભરતભાઇ ખારેચા, જ્ઞાતિના ભૂતપૂર્વ અધ્યક્ષ જગુભાઇ ભારદીયા, કન્યા છાત્રાલયના મંત્રી ધનજીભાઇ પંચાસરા, મંદિરના હર્ષદભાઇ બકરાણીયા, કિશોરભાઇ જોલાપરા સહીતના ઉપસ્થિત રહેલ. વધુ માહીતી માટે રસીકભાઇ બદ્રકીયા મો.૯૨૨૭૬ ૧૨૦૭૩, મુકેશભાઇ પંચાસરા મો.૯૪૨૭૪ ૯૫૪૭૫, મુકેશભાઇ વડગામા મો.૯૮૨૫૬ ૧૯૯૧૫, પ્રદિપભાઇ કરગથરા મો.૯૮૨૪૪ ૭૯૩૫૬, અરવિંદભાઇ ત્રેટીયા મો.૯૩૨૮૯ ૯૯૦૯૦, હર્ષદભાઇ બકરાણીયા મો.૯૯૦૪૩ ૨૨૬૨૧ નો સંપર્ક કરવા જણાવાયુ છે. તેમજ આ આરોગ્ય સેવા કાર્યમાં સહયોગી બનાવ ઇચ્છુકો પણ સંપર્ક કરી શકશે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

(3:04 pm IST)