રોહીદાસપરામાં ઘોડી પાસાનો જુગાર રમતા મહિલા સહિત ત્રણ પકડાયા
બી ડીવીઝન પોલીસનો દરોડો : મનીષ, આશીષ,દેવજી અને પ્રભાની ધરપકડ
રાજકોટ,તા. શહેરના રોહીદાસપરામાં કર્ફયુમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સોને બી ડીવીઝન પોલીસે પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ રહેશમાં દારૂ અને જુગારની બદીને નાબુદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.બી.કોડીયાતર, એ.એસ.આઇ વિરમભાઇ, સલીમભાઇ માડમ, અજયભાઇ, હેમેન્દ્રભાઇ, મીતેશભાઇ, જયદીપસિંહ, નીરવભાઇ, ચાપરાજભાઇ પરેશભાઇ, વિશ્વજીતસિંહ, ભાવેશભાઇ તથા પ્રતીકસિંહ સહિત રાત્રે પેટ્રોલીંગમાં હતા. ત્યારે કુબલીયાપરામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની હેડ કોન્સ. અજયભાઇ અને ચાપરાજભાઇને બાતમી મળતા કુબલીયાપરા શેરી નં.૧૧માં દરોડો પાડી ખુલ્લી જગ્યામાં ઘોડી પાસાનો જુગાર રમતા મોરબી રોડ ગણેશનગર શેરીનં. ૫ના મનીષ પ્રવિણભાઇ રાઠોડ, રોહીદાસ પરા શેરી નં. ૫ના આશીષ કાન્તીભાઇ ચૌહાણ, દેવજી પાલાભાઇ જાદવ, અને પ્રભા લાલજીભાઇ સેઝુને પકડી લઇ રૂ.૧૨,૫૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. અને તમામ સામે કર્ફયુ ભંગની પણ કાર્યવાહી કરી હતી.