રાજકોટ
News of Wednesday, 5th May 2021

કુબલીયાપરામાં કર્ફયુમાં માતાજીના માંડવાનું આયોજન કરનારા આયોજક સહિત છ સામે કાર્યવાહી

રાત્રી કર્ફયુના ૧૧૦, માસ્કના ૨૫, દુકાન ખુલ્લી રાખનારા ૯, સોશિયલ ડીસ્ટન્સના ૪ અને વાહનમાં વધુ સવારીમાં મુસાફરી કરવાના ૫ મળી કુલ ૧૫૩ કેસ નોંધાયા

રાજકોટ,તા. ૫ : શહેરમાં મીની લોડકાઉન અને રાત્રી કર્ફયુની કડક અમલવારી માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે ત્યારે ગઇ કાલે અલગ અલગ વિસ્તારમાં કર્ફયુ ભંગના, માસ્ક, દુકાન ખુલ્લી રાખનારા તથા વાહનમાં વધુ મુસાફરોની હેરાફરી તેમજ કુબલીયાપરામાં કર્ફયુમાં માતાજીના માંડવાનું આયોજન કરનારા આયોજક સહિત છ મળી કુલ ૧૫૩ કેસ નોંધાયા છે.

 આ ઉપરાંત શહેર પોલીસ કમિશનરના જાહેરનામા અંતર્ગત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં થોરાળા પોલીસ મથકના પીઆઇ બી.એમ.કાતરીયાળા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એલ.બારસીયા સ્ટાફ સાથે કર્ફયુ અંતર્ગત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કુબલીયાપરા શેરી નં.૫માં માતાજીના માંડવાનો કાર્યક્રમ ચાલતો હોય, પોલીસે સ્થળ પર પહોંચી જાહેરનામાના ભંગ બદલ આયોજક સહિત છ વ્યકિત સામે કાર્યવાહી કરી હતી. તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પોલીસે કર્ફયુ ભંગના ૧૧૦, માસ્કના ૨૫, દુકાન ખુલ્લી રાખી વેપાર કરનારા ૯ વેપારી તથા વાહનમાં વધુ મુસાફરોને બેસાડી હેરાફેરી કરનારા ૫ વાહન ચાલકો સહિત કુલ ૧૫૩ કેસ નોંધાયા છે.

(3:53 pm IST)