રાજકોટ
News of Wednesday, 5th May 2021

વીવીપી એન્જી.કોલેજ અને ઇન્દુભાઇ આર્કીટેકચર કોલેજના ટ્રસ્ટમાં તરીકે નરેન્દ્રભાઇ દવેની નિયુકિત

રાજકોટ,તા. ૫: વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ સંચાલીત વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ અને ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચર કોલેજનાં ટ્રસ્ટની મિટિંગ મળેલ હતી. વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટમાં મેનેજીંગ ટ્રસ્ટી મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશીકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર છે. જેમાં, ડો. નરેન્દ્રભાઈ ગૌરીશંકર દવેની ટ્રસ્ટી તરીકે સર્વાનુંમતે નિયુકત કરાતા ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

ડો. નરેન્દ્રભાઈ દવે એલ.એલ.બી., એલએલ.એમ. (પીએચ.ડી. લો), નિવૃત અધિકારી (જિલ્લા તિજોરી કચેરી, રાજકોટ), સ્પીપા રાજકોટ (ગુજરાત સરકારનું ટ્રેનીંગ સેન્ટર)માં લેકચરરની સેવા, વાસ્મો ટ્રેનીંગ સેન્ટરમાં માનદ વ્યાખ્યાતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યના વર્તમાનમાં સૌરાષ્ટ્ર પ્રાંતની સહ-વ્યવસ્થા પ્રમુખની જવાબદારી, ગુજરાત પ્રાંતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી-ગુજરાતના ટ્રસ્ટી, બહેરા-મુંગા શાળા રાજકોટના માનદ મંત્રી, વિવિધ સેવાકીય સંસ્થાના માર્ગદર્શક અને સેવા કાર્ય સાથે સંકળાયેલ, વી.વી.પી. સ્થિત બી.એડ. કોલેજના રાષ્ટ્ર સંવર્ધન ટ્રસ્ટના ટ્રસ્ટી, વાંચન-લેખન રાષ્ટ્રના વર્તમાન વિવિધ વિષયો ઉપર પ્રગટ થતા લેખો-વિષયો ઉપર લેખોનો સંગ્રહ, વિદ્યાર્થી વિકાસ ટ્રસ્ટ જે વિદ્યાર્થીના ઉત્કર્ષ માટે કામ કરે છે.

વિજયભાઈ રૂપાણી સાથે ટ્રસ્ટી તરીકે પણ સેવા આપે છે, સ્વદેશી રમતો ઉપરનું 'ચાલો રમીએ' પુસ્તકના સંકલન કરતા, 'સેવા સ્પંદન'' સેવા ઉપર જે ત્રિમાસીક મેગેઝીન સેવા ભારતી- ગુજરાત બહાર પાડે છે તેના સંપાદક પણ છે, ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિના રાજકોટ વિભાગ ટ્રસ્ટના પણ ટ્રસ્ટી તરીકે વિવિધ સેવા સમિતિના પ્રોજેકટમાં માર્ગદર્શક પણ છે.

(3:57 pm IST)