રાજકોટ
News of Tuesday, 5th July 2022

રાજકોટમાં બપોરથી મેઘાવી માહોલ : સાંજે મન મૂકીને વરસશે?: રાજકોટમાં બપોરના ર વાગ્‍યા સુધીમાં ૧ ઇંચ વરસાદ

સવારથી છવાયેલા વાદળો વચ્‍ચે હળવા - ભારે ઝાપટાનો દોર ચાલુ : વાતાવરણમાં ઠંડક

રાજકોટ, તા.૪ : છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્‍ટ્ર સહિત ગુજરાતના અનેક શહેરોમાં કોઈ કોઈ દિવસે મેઘરાજાનો સારો રાઉન્‍ડ જોવા મળે છે. હવામાન ખાતા દ્વારા પણ આ સપ્‍તાહમાં સારા વરસાદની આગાહી કરી છે ત્‍યારે રાજકોટ શહેરમાં હળવા ભારે ઝાપટાનો દોર ચાલુ છે.

આજે પણ સવારથી છવાયેલ વાદળછાયા વાતાવરણ વચ્‍ચે બપોરે ૧૨ વાગ્‍યાની આસપાસ ઝરમર ચાલુ થઈ ગયો હતો. થોડીવાર બાદ જોર વધ્‍યુ હતું. અમુક વિસ્‍તારોમાં તો જોરદાર ઝાપટુ પડી ગયુ હતું. રાજમાર્ગોથી લઈ શેરી ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા. આ લખાય છે ત્‍યારે બપોરે ૨:૩૦ વાગ્‍યે પણ ઝરમર વરસાદ ચાલુ છે.

અસહ્ય ઉકળાટ - બફારાથી ત્રસ્‍ત શહેરીજનોને આંશિક રાહત મળી છે. વરસાદી દોર ચાલુ રહે તેવું શહેરીજનો ઈચ્‍છી રહ્યા છે. સાંજે પણ મેઘરાજા જમાવટ કરે તેવી આશા છે.

 

રાજકોટઃ શહેરમાં બપોરના બે વાગ્‍યા સુધીમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ  વરસ્‍યો છે. ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં  સેન્‍ટ્રલ ઝોનમાં રર મી.મી. વેસ્‍ટ ઝોનમાં ૮ મી.મી. તથા ઇસ્‍ટ ઝોનમાં ૧૮ મી.મી. વરસાદ પડીયાનું નોંધાયું છે.

(3:51 pm IST)