રાજકોટ
News of Tuesday, 5th July 2022

મવડી વિસ્તારમાં ફુડ શાખા ત્રાટકીઃ ખાણીપીણીના ર૦ ધંધાર્થીને ત્યાં ચેકીંગ

થોરાળા તથા પંચાયતનગર વિસ્તારમાંથી દૂધ અને ખાંડનાં નમૂના લેવાયા

રાજકોટ તા. પ :.. શહેરીજનોના જન આરોગ્ય હિતાર્થે મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોના ધંધાર્થીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જો અન્વેય મવડી વિસ્તારમાં ર૦ વેપારીને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. જયારે થોરાળા તથા પંચાયત ચોક વિસ્તારમાંથી દૂધ અને ખાંડના નમૂના લેવામાં આવ્યા છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફુડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત આ મુજબ છે.

ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ

મહાનગરપાલિકા ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી ઓન વ્હીલ્સ વાન સાથે નંદનવન મેઇન રોડ, મવડી વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ર૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં પ્રિપેર્ડ ફુડ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વિગેરેના કુલ ૧૪ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

ર નમૂના લેવાયા

ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ હેઠળ (૧) ભેસનું દૂધ (લુઝ) સ્થળ મોમાઇ ડેરી ફાર્મ રામનગર, માર્ગ નં. ૪ નવા  તથા (ર) ખાંડ (લુઝ) શુભ ફુડ મોલ શાંતિવન સોસાયટી, મિલાપનગર, પંચાયત ચોક પાસેથી લેવામાં આવ્યા છે.

(4:16 pm IST)