રાજકોટ
News of Wednesday, 4th August 2021

રેસકોર્ષમાં શૌચાલય પાસે તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

પ્ર.નગર પોલીસનો દરોડોઃ તેજસ ઉર્ફે નાનુ, પ્રતિક ઉર્ફે ભુરો, રાજીદ ઉર્ફે જટુભા અને પરવેઝ ઉર્ફે પલ્લુની ધરપકડ

રાજકોટ, તા. ૪ :. શહેરના રેસકોર્ષ રોડ ગેલેકસી ટોકીઝની સામે શૌચાલયની બાજુમાં ફુટપાથ પર પ્ર.નગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના રેસકોર્ષ ગેલેકસી ટોકીઝની સામે આવેલા શૌચાલયની બાજુમાં ફૂટપાથ પર કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્સ. વિજયરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ રાણા તથા યુવરાજસિંહ જાડેજાને બાતમી મળતા પી.આઈ. એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.ડી. પટેલ, હેડ કોન્સ. દેવશીભાઈ ખાંભલા, વિજયરાજસિંહ, યુવરાજસિંહ, કુલદીપસિંહ, અક્ષયભાઈ, અશોકભાઈ તથા મહાવીરસિંહ સહિતે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ૧૫૦ ફૂટ રોડ રિદ્ધિ વિનાયક અયોધ્યા રેસીડેન્સી-૩૯માં રહેતા તેજસ ઉર્ફે નાનુ સુરેશભાઈ બગડીયા (ઉ.વ. ૪૨), ગોંડલ રોડ વિજયપ્લોટ શેરી નં. ૧૧/૨૬ના પ્રતિક ઉર્ફે ભુરો રાજેશભાઈ ચૌહાણ (ઉ.વ.૨૮), ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી મદ્રાસા પાસે રહેતા રાજીદ ઉર્ફે જટુભા હુસેનભાઈ બુરબાન (ઉ.વ. ૪૩) અને એરપોર્ટ રોડ પત્રકાર સોસાયટી શેરી નં. ૪ના પરવેઝ ઉર્ફે પલ્લુ ફકીરાભાઈ હાજી (ઉ.વ. ૩૬)ને પકડી લઈ રૂ. ૫૦૧૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

ઘોડીપાસાનો જુગારરમતા પાંચ ઝડપાયા

ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. જે.જી. રાણા, હેડ કોન્સ. ખોડુભા, કોન્સ. દિવ્યરાજસિંહ, ગોપાલભાઈ, દિનેશભાઈ તથા ગોપાલભાઈ બોળીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. ગોપાલભાઈ પાટીલ અને દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળતા રૈયા રોડ આઝાદ ચોક પાસે દરોડો પાડી ખુલ્લી જગ્યામાં ઘોડીપાસાનો જુગાર રમતા રૈયા રોડ અલ્કાપુરી શેરી નં. ૧માં ભાડે રહેતા વિક્રમ જેશીંગભાઈ દલોલીયા, છોટુનગર મફતીયાપરા પાસે શિવપરા શેરી નં. ૨ના આશીફ હારૂનભાઈ તેલી, અલ્કાપુરી શેરી નં. ૧માં ભાડે રહેતા રફીક બકુલભાઈ પઠાણ, ભરત રામજીભાઈ કઠેસીયા અને ઈમરાન મુસ્તાફભાઈ ઘાંચીને પકડી લઈ રૂ. ૧૧,૪૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:06 pm IST)