રાજકોટ
News of Wednesday, 4th August 2021

ગ્રાન્ટેડ કોલેજોને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જોડાણ સામે NSUI નો વિરોધ

રાજકોટ :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ અનેક  ગ્રાન્ટેડ કોલેજો આવેલ છે, ગ્રાન્ટેટ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે. આ ગ્રાન્ટેડ કોલેજોની ફી સાવ નોમીનલ હોય છે. જો આ કોલેજો સેલ્ફ ફાયનાન્સ યુનિવર્સિટીમાં સંલગ્ન થાય તો શિક્ષણ માફિયાઓને વિદ્યાર્થીઓને લૂંટવાનો પરવાનો મળી જાય, જેથી અમારી સ્પષ્ટ માંગણી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન એક પણ ગ્રાન્ટેડ કોલેજ ખાનગી યુનિવર્સિટીમાં ભેળવવામાં ન આવે અન્યથા રાજકોટ એન. એસ. યુ.આઇ. એ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઉપપ્રમુખ દર્શન શિયાળ, દિગપાલસિંહ જાડેજા, હર્ષ બગડા, અમન ગોહેલ, દેવેન્દ્રસિંહ જાડેજા, માધવ આહીર, મંથન પટેલ, કર્મદિપસિંહ જાડેજા, રોહિત રાઠોડ, ભવિષ્ય પટેલ, રાજ વરણ, મિલન વિસપરા, બ્રિજરાજસિંહ જાડેજા, આર્યન કનેરીયા, રવિરાજસિંહ જાડેજા, કેવલ પાંભર, કવિશ રૂપારેલીયા, વત્સલ રાજગોર, રવિરાજસિંહ ઝાલા, જયરાજસિંહ રાણા, આર્યનસિંહ જાડેજા, પિયુષ પટેલ, મીત માંડવીયા, ઓમ કક્કડ, ભગીરથસિંહ જાડેજા, આ કાર્યક્રમને સફળ બનાવવા જોડાયેલ. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:18 pm IST)