રાજકોટ
News of Saturday, 5th September 2020

કોરોનાના શંકાસ્પદ દર્દી સાથે જ એક જ સગાએ સિવિલે આવવા કલેકટર રેમ્યા મોહનનો અનુરોધ

રાજકોટ : હાલમાં રાજકોટ જિલ્લાની ડેડીકેટેડ કોવિડ હોસ્પીટલ (સીવીલ હોસ્પીટલ) માં મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે. આ દર્દીઓ સાથે મોટી સંખ્યામાં સગાસંબંધીઓ પણ આવતા હોવાનું જણાયેલ છે. જેના કારણે દર્દીના એડમીશનમાં વિલંબ અને અવ્યવસ્થા સર્જાતી હોઇ કોવીડ -૧૯ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ દર્દીઓ સાથે માત્ર એક જ સગા કે સંબંધીએ સાથે રહેવું જરૂરી છે. જેથી કોરોના વાયરસના ફેલાવાને અટકાવી શકાય.

આ ઉપરાંત કોરોના પોઝીટીવ દર્દીના નજીકના સગાઓએ પણ ફરજીયાત રીતે કોવીડ-૧૯ની ગાઇડ લાઇન મુજબ હોમ કવોરન્ટાઇન રહેવા અને કોઇપણ સંજોગોમાં ડેડીકેટેડ કોવિડ હોસ્પીટલ ખાતે દાખલ થયેલ દર્દીના સગાઓએ આ ગાઇડ લાઇનનો ભંગ ન કરવા જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

(3:20 pm IST)