જૂની ચાવીની મદદથી બાઇક ચોરી કરનાર લવ સાકરીયાને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો
જુના મોડલના બાઇક ટારગેટ કરતોઃ નંબર પ્લેટ કાઢીને ફેરવતો અને બાઇક અવાવરૂ જગ્યાએ સંતાડી દેતો
રાજકોટ તા. પઃ બાઇકની જૂની ચાવીની મદદથી જુના મોડલના બાઇક ચોરી કરનાર કોળી શખ્સને ક્રાઇમ બ્રાંચે થોરાળા મેઇન રોડ પરથી પકડી લઇ બે ચોરાઉ બાઇક કબજે કર્યા હતા.
મળતી વિગત મુજબ થોરાળા મેઇન રોડ પર એક શખ્સ નંબર વગરનું ચોરાઉ બાઇક સાથે નીકળ્યો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ્. વિક્રમભાઇ ગરામા અને દેવાભાઇ ધરજીયાને મળેલી બાતમીના આધારે પીઆઇ વી.ો કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ, અંશુમાનભાઇ ગઢવી, પ્રતાપસિંહ મોયા, ક્રિપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા તથા જીજ્ઞેશભાઇ મારૂ સહિતે થોરાળા મેઇન રોડ પરથી લવ વીનુભાઇ સાકરીયા (ઉ.વ.ર૩) (રહે. ઘનશ્યામનગર શેરી નં. ર કોઠારિયા રોડ) ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો પૂછપરછમાં તેણે તે બાઇક નવ દિવસ પહેલા ૮૦ ફૂટ રોડ દિવ્યા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસેથી ચોર્યાની કબુલાત આપી હતી તેની વધુ પુછપરછ કરતા તેણે અઢાર દિવસ પહેલા શેઠ હાઇસ્કૂલ સામે બગીચા પાસે બાલા હનુમાનજીના મંદિર પાસેથી બીજુ બાઇક ચોર્યાની કબુલાત આપતા પોલીસે બંને બાઇક કબજે કર્યા હતા. કોળી શખ્સ બાઇકની જૂની ચાવીઓની મદદથી જુના મોડલના બાઇકને ટારગેટ બનાવતો હતો અને તેની નંબર પ્લેટ કાઢીને ફેરવતો હતો. બાદ કોઇ અવાવરૂ જગ્યાએ સંતાડી દેતો હતો.