રાજકોટ
News of Saturday, 5th September 2020

ભાઇ રહેવા દયો... ગાંધીગ્રામમાં દાંડીયારાસના કલાસ ચાલુ થયા : પોલીસે ૮ ની ધરપકડ કરી

દાંડીયારાસ શીખવનાર રાહુલ મકવાણા અને ૭ સ્ટુડન્ટ સામે કાર્યવાહી : માસ્ક વગર-૧૩, વાહનમાં નિયમ ભંગ બદલ-૧૦, કવોરન્ટાઇન-કન્ટેન્ટમેન્ટ ઝોનના ભંગમાં-૦પ પકડાયા : પોલીસ કમિશ્નરના જાહેરનામાનો કડક અમલ

રાજકોટ, તા. પ : શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. છતાં કેટલાક લોકો નીયમોનુ પાલન કરતા નથી જેમાં ગઇકાલે ગાંધીગ્રામમાં દાંડીયા રાસના કલાસ શરૂ કરી સ્ટુડન્ટને એકઠા કરી દાંડીયારાસ શીખવનાર આયોજક અને સ્ટુડન્ટોને પોલીસ મથકે લઇ જવાયા હતા અને આયોજક સામે કાર્યવાહી કરી હતી. તેમજ માસ્ક પહેર્યા વગર નીકળનારા, કોરન્ટાઇન અને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી બહાર નીકળનારા સહિત ૩પ ને પકડી કાર્યવાહી કરી હતી.

કોરોના મહામારી અંતર્ગત શહેરમાં પરવાનગી વગર કોઇપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા, મોટી સંખ્યામાં લોકો એકત્રીત થાય તેવા પ્રસંગોના આયોજન પર પ્રતિબંધ અંગેનું પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડયું હોઇ, આ અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. એ. વાળાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ખોડુભા જાડેજા, શૈલેષભાઇ, કિશોરભાઇ સહિત ગાંધીગ્રામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે લાખના બંગલા પાસે એક વંડામાં ડીસ્કો દાંડીયા રાસના ગીતનો અવાજ આવતા પોલીસે વંડાની ડેલી ખોલીને જોતા આઠ જેટલા લોકો એકઠા થઇ દાંડીયા રાસ રમતા જોવામાં આવતા પોલીસે દાંડીયારાસ શીખવનાર રાહુલ બેચરભાઇ મકવાણા (ઉ.વ.રપ) (રહે. ગાંધીગ્રામ શીવમપાર્ક-પ) ની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરી હતી.

જયારે એ-ડીવીઝન પોલીસે ત્રિકોણબાગ ચોકમાંથી માસ્ક પહેર્યા વગર નિકળેલા મહેશ કાનજીભાઇ વાઢેર, જયુબેલી ચોકમાંથી અક્ષય બળદેવભાઇ પટણી, શૈલેશ અમરસીભાઇ પરમાાર, ત્રિકોણબાગ ચોકમાંથી ગૌરવ પ્રકાશભાઇ રૂપારેલીયા, યાજ્ઞિક રોડ માલવીયા ચોક પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળેલા હીરા ગોગાભાઇ ધોળકીયા, રોનક હીતેશભાઇ માકડીયા, રવી જીવણભાઇ મહિકા, અલ્પેશ રાણાભાઇ ગોહેલ તથા બી-ડીવીઝન પોલીસે ભગવતીપરા ભરડીયા પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નિકળેલા સાગર અવિનાશભાઇ પાટીલ, રમેશ ભુરાભાઇ મંડોલ, કન્ટેઇનમેન્ટ ઝોન રણછોડનગરમાંથી દીપ્તેશ સંજયભાઇ ખીજડીયા, કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી રીક્ષા ચાલક અબ્દુલ ઇસ્માલભાઇ સમેપોત્રા તથા થોરાળા પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન મેરામબાપાની વાડી પાસેથી સંજય શામજીભાઇ ભડાણીયા, કુવાડવા રોડ પોલીસે નવાગામ બસ સ્ટેન્ડ પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળેલા જીતુ જગાભાઇ બોડા, સાગર અરવિંદભાઇ ટાંક તથા માલવીયાનગર પોલીસે મવડી મેઇન રોડ ફાયર બ્રીગેડ પાસેથી નીલેશ ભુપેન્દ્રભાઇ મહેતા, તથા પ્ર.નગર પોલીસે કસ્તુરબા રોડ ધરમ સિનેમા પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર નૈતિક મુકેશભાઇ ટુડીયા, રેલનગર આસ્થા ચોક પાસેથી પિન્ટુ ભારતભાઇ મકવાણા, સદરબજાર પાસેથી રીક્ષા ચાલક રજાક જમાલભાઇ કુરેશી, તથા ગાંધીગ્રામ પોલીસે રીક્ષા ચાલક લક્ષ્મણ ઘુડાભાઇ બોળીયા, રૈયા રોડ હનુમાન મઢી પાસેથી ધ્રુવરાજસિંહ ભગીરથસિંહ ઝાલા તથા તાલુકા પોલીસે નાના મવા ચોક આવાસ યોજના કવાર્ટર પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળેલા સિકંદર ઉર્ફે સિકલો અબ્દુલભાઇ મોડ, નાના મવા પેંટાગોન ટાવરમાં હોમ કોરોન્ટાઇન કરવા છતાં ઘરની બહાર નીકળનાર હિતેષ રતીલાલભાઇ હાંસલીયા, કટારીયા સર્કલ પાસેથી બુલેટમાં ત્રીપલ સવારી નિકળનારા બેના ધીરૂભાઇ મુદરીયા, ગોપાલ બેના મુદરીયા, મુળ ધીરૂ મુદરીયા, તથા બાઇક પર ત્રીપલ સવારી નીકળનારા શીવ ચંદુભાઇ કુમાર, મોહન દ્વારકા પ્રસાદ કશ્યપ, મોનુ પીલુભાઇ ગોડ, મવડી ચોકડી પાસેથી અમીત કાંતાબેન પટેલ, તથા યુનિવર્સિટી પોલીસે જનકપુરી સોસાયટીમાં કોરન્ટાઇન કરાયેલા મનસુખ ગાંડુભાઇ સાકરીયા અને રૈયા રોડ, આલાપગ્રીન સીટી ચોક પાસેથી રીક્ષા ચાલક લાલજી રણછોડભાઇ અલગોતરને  તથા જયોતિનગર ચોક પાસે માધવ કોમ્પ્લેક્ષમાં ગાંધી સોડા નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર કૌશિક મગનભાઇ આસોદરીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:39 pm IST)