રાજકોટ
News of Saturday, 5th September 2020

વિદેશી દારૂની રપ બોટલ સાથે ત્રણ પકડાયા

ગોપાલ ઉર્ફે રઘુ, મનસુખ ઉર્ફે ટીનો અને અશ્વીનની ધરપકડ

રાજકોટ તા. પઃ શહેરના અલગ-અલગ ત્રણ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી વિદેશી દારૂની રપ બોટલ સાથે ત્રણ શખ્સોને પકડી લીધા છે.

 

મળતી વિગત મુજબ પેડક રોડ પર બ્રાઇમ બ્રાંચના એએસઆઇ સી. એમ. ચાવડા તથા અશોકભાઇ ડાંગર સહિતે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૧૮ બોટલ સાથે ગોપાલ ઉર્ફે રઘુ ધીરૂભાઇ બાંભણીયા (ઉ.વ. રર) (રહે. પેડક રોડ પટેલ પાર્ક શેરી નં. ૩) ને, માંડા ડુંગર પાસેથી આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. જી. પી. ચોહાણ તથા ઉમેશભાઇ ગઢવી સહિતે દારૂની છ બોટલ સાથે મનસુખ ઉર્ફે ટીનો ચનાભાઇ જાદવ (ઉ.વ. ર૮) (રહે. માંડાડુંગર પીઠડઆઇ સોસાયટી શેરી નં. ર) અને રેલનગર સાધુ વાસવાણી કુંજ મેઇન રોડ પર પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્સ. વી. આર. જાડેજા તથા યુવરાજસિંહ જાડેજા સહિતે દારૂની એક બોટલ સાથે અશ્વીન ધનજીભાઇ જીખેલીયા (ઉ.વ. ર૩) (રહે. પોપટપરા શેરી નં. ૧૬) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:40 pm IST)