રાજકોટ
News of Saturday, 5th September 2020

રાજનીતિ કી પાઠશાલા દ્વારા શિક્ષક દિનથી રાજકોટ શહેરમાં વિનામુલ્યે ઉકાળા વિતરણનો પ્રારંભ કરાવતા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મહેશ રાજપૂત

 રાજનીતિ કી પાઠશાલાના ગુજરાત પ્રમુખ ડો.કીર્તિબેન અગ્રાવતે જણાવ્યું છે કે તા.૦૫ના રોજ શિક્ષકદિનના શુભ દિવસથી રાજકોટ શહેરની જનતાના આરોગ્યના હિતમાં પરાબજાર વિસ્તારથી વિનામુલ્યે ઉકાળા વિતરણનો પ્રારંભ રાજનીતિ કી પાઠશાલાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી મહેશભાઈ રાજપૂતે કરાવ્યો છે તેમજ હાલ દેશ અને વિદેશમાં ભરડો લેનાર કોરોના મહામારીનો કહેર વરસી રહ્યો છે ત્યારે કોવીડ-૧૯ની ગંભીર પરિસ્થિતિઓમાં દેશમાં મૃત્યુઆંક વધી રહ્યો છે અને આ મહામારી થી બચવા માટે રોગપ્રતિકારક શકિત વધારવા અને જનતાના આરોગ્યના હિતમાં રાજનીતિ કી પાઠશાલા દ્વારા જાહેર આરોગ્યના હિતાર્થે વિનામુલ્યે ઉકાળા વિતરણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટની જનતાના આરોગ્યના હિતમાં વિનામુલ્યે ઉકાળા વિતરણ રથ રવાના કર્યો છે અને રાજનીતિ કી પાઠશાલાના રાજકોટ શહેર પ્રમુખ શ્રી મૌલેશભાઈ મકવાણા, ઓલ ઇન્ડિયા મહામંત્રી ભાવનાબેન પારેખ, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ ભાર્ગવ પઢિયાર અને રાજકોટ શહેરની ટીમ દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવેલ છે ત્યારે વિનામુલ્યે ઉકાળા વિતરણમાં પાર્થ બગડા (પ્રિન્સ), શુભમ જીત્યા, મેહુલ જીત્યા, કૈલાશ સરીખડા, કમલેશ સોલંકી, ભરત પાડલીયા, અક્ષય મકવાણા અમિતભાઈ પરમાર સહિત રાજકોટ રાજનીતિ કી પાઠશાલાની ટીમ દ્વારા વિનામુલ્યે ઉકાળા વિતરણ કાર્ય રાજકોટ શહેરના દરેક વોર્ડમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે તેવું સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતા વિરલ ભટ્ટે જણાવ્યું છે

(2:41 pm IST)