રાજકોટ
News of Saturday, 5th September 2020

વિદેશી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. પઃ પ્રોહીબીશનના કેસમાં અરજદાર રમીઝ સલીમભાઇ સેતા રહે. જંગલેશ્વર, રાજકોટ વાળાને રાજકોટના એડી. સેશન્સ જજ દ્વારા રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલો હતો.

આ કેસની વિગત એવી છે કે આ કામમાં આજીડેમ પો. સ્ટેશન સેશન્સ રાજકોટમાં ફરજ બજાવતા ફરીયાદી રાજેશભાઇ જળુ દ્વારા તા. રર/૦૩/ર૦ર૦ના રોજ પ્રોહીબીશનની કલમ ૬પ(ઇ), ૧૧૬(બી), ૯૮(ર), ૮૧ મુજબ આ કામમાં આરોપીઓએ કાંઇપણ પાસ પરમીટ વગર પોતાના કબજામાં રહેલ ઇનોવા ફોરવીલ ગાડીમાં અંગ્રેજી દારૂની બોટલ નંગ-૪૬૮ કિંમત રૂ. ૧,૪૦,૦૦૦/-નો મળી આવતા ફરીયાદ આપેલ હતી. અને આરોપીઓની ધરપકડ થયેલ હતી. ત્યારબાદ આ કામના ઉપરોકત આરોપીની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેથી તેઓએ તેમના એડવોકેટ મારફત રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી.

અરજદાર આરોપીના એડવોકેટની દલીલો ગ્રાહય રાખી તથા એપીપીશ્રીની દલીલોને ધ્યાને રાખીને આરોપી અરજદાર રમીઝ સલીમભાઇ સેતાને અમુક શરતો આધીન નામદાર એડી. સેશન્સ જજશ્રી દ્વારા રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.આ કામના અરજદાર/આરોપી તરફે રાજકોટના ધારાશાસ્ત્રીઓ વૈભવ બી. કુંડલીયા તથા ગૌરાંગ પી. ગોકાણી રોકાયેલ હતા.

(2:43 pm IST)