રાજકોટ
News of Saturday, 5th September 2020

વોર્ડ નં.૬માં વિવિધ વિસ્તારમાં ૧૦૦ લોકોના ટેસ્ટ કરાયા

રાજકોટ : શહેરમાં વોર્ડ નંબર-૬માં મ્યુ.કોર્પોરેશનમાં ધનવંતરી રથ દ્વારા કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો વોર્ડ નંબર-૬ના ચંપકનગર તથા શ્રી રણછોડ નગર વિસ્તારમાં આજે સવારે ૮ થી ૧૦ની વચ્ચે ૧૦૦ લોકોને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ કામગીરીમાં રાજકોટ શહેર ભાજપના મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, કોર્પોરેટર મુકેશ રાદડીયા તથા વોર્ડ પ્રમુખ ઘનશ્યામ કુગસીયા ઉપસ્થિત રહ્યા હતા.

(2:44 pm IST)