રાજકોટ
News of Saturday, 5th September 2020

રેલનગરમાં ઇકો કારમાં દારૂની ૯૮ બોટલ સાથે બે પકડાયા

પ્રનગર પોલીસે વાધા માણસુરીયા અને એક સગીરને દબોચ્યા : રૂ. ૧.૧૪ લાખની મતા કબ્જે

રાજકોટ, તા. પ : રેલનગર છત્રપતિ શીવાજી ટાઉનશીપ મેઇન રોડ પરથી પ્રનગર પોલીસે બાતમીના આધારે ઇકો કારમાંથી દારૂની ૯૮ બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ પ્રનગર પોલીસ મથકના પીઆઇ એલએલ ચાવડાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ સુરેશભાઇ જોગરાણા, હેડ કોન્સે. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા તથા અશોકભાઇ હુંબલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ સુરેશભાઇ, વિજયરાજસિંહ તથા યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે રેલનગર છત્રપતિ શીવાજી ટાઉનશીપ મેઇન રોડ પરથી જી.જે. ૧૩ એન. ૩૯૭ર નંબરની ઇકો કારમાંથી રૂ. ૪૪,૪૦૦ ની કિંમતની ૯૮ બોટલ સાથે વાધા દેવશીભાઇ માણસુરીયા (ઉ.વ.ર૪) (રહે. ચોટીલાના કુંભારા ગામ) અને એક સગીરને પકડી લઇ દારૂનો જથ્થો અને ઇકોકાર મળી રૂ. ૧,૧૪,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:20 pm IST)