રાજકોટ
News of Saturday, 5th September 2020

જમીન ટોચમર્યાદાના પેન્ડીંગ કેસ અંગે વિડિયો કોન્ફરન્સ યોજાઇ

રાજકોટના ૩ર પેન્ડીંગ કેસ અંગે ચર્ચા

રાજકોટ, તા. પ : રાજય સરકાર દ્વારા આજે તમામ જીલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી અને જમીન ટોચમર્યાદા અંગેના પેન્ડીંગ કેસોમાં નિકાલ માટે ચર્ચા-વિચારણા કરી હતી.

આ અંગે કલેકટર કચેરીના સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ આજે યોજાયેલ રાજય સરકારની વિડીયો કોન્ફરન્સમાં રાજકોટ કલેકટર તંત્રના જમીન ટોચમર્યાદાના ૧૬ અને હાઇકોર્ટના ૧૬ મળી કુલ ૩ર પેન્ડીંગ કેસો અંગે ચર્ચા વિચારણા થયેલ અને ઝડપી નિકાલની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરાયેલ.

(3:22 pm IST)