રાજકોટ
News of Saturday, 5th September 2020

પુરમાં તણાયેલા યુવાનનો જીવ બચાવનાર પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ ઝાલા અને કોન્સ. કિશોરભાઇનું સન્માન કરતા પોલીસ કમિશનર અગ્રવાલ

ખોખડદળનો યુવાન દિપક વાળા બાઇક સહિત તણાયો હતોઃ પરિવારનો એકમાત્ર આધાર છે

રાજકોટ તા. ૫: પોલીસ પ્રજાનો મિત્ર...આ સુત્ર ગયા મહિને ભારે વરસાદના દિવસોમાં શહેર પોલીસે ખરા અર્થમાં સાર્થક કરી ખોખડદળના અનુસુચિત જાતીના પરિવારના એકના એક આધારસ્તંભ એવા યુવાન દિપકભાઇ ભીખાભાઇ વાળા (ઉ.વ.૩૫)ને તણાતા બચાવી લઇ સાર્થક કર્યુ હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વરસાદના દિવસોમાં નદી કાંઠાઓના વિસ્તારમાં સતત પેટ્રોલીંગ રાખવા અને સાથે દોરડા, ટ્યુબ સહિતની પાણીમાંથી લોકોને બચાવવામાં ઉપયોગી ચીજવસ્તુઓ સાથે રાખવા સુચના આપી હતી. તે અંગર્તત ગત ૧૨મીએ આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, ડ્રાઇવર કોન્સ. કિશોરભાઇ ગોકુળભાઇ પેટ્રોલીંગમાં ખોખડદળ નદી નજીક મંદિર પાસેથી પસાર થતાં હતાં ત્યારે ખોખડદળનો દિપકભાઇ નામનો યુવાન બાઇક સહિત કોઝવે પરથી તણાઇ ગયાની જાણ થતાં જ પીઆઇ, પીએસઆઇ અને ડ્રાઇવર કોન્સ્ટેબલ પહોંચી ગયા હતાં અને પોતાનો જીવ જોખમમાં મુકી યુવાન દિપકભાઇની જિંદગી બચાવી લીધી હતી. આ કામગીરી બદલ ત્રણેય અધિકારી-કર્મચારીનું રોકડ પુરષ્કાર તથા પ્રશંસાપત્ર અર્પણ કરી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજે સન્માન કર્યુ છે. પોલીસે પોતાનો જીવ જોખમમાં મુકી એક પરિવારના આધારસ્તંભને બચાવી તેનું ખુબ જરૂરી બાઇક પણ બચાવી લીધું હતું.

(3:37 pm IST)