રાજકોટ
News of Saturday, 5th September 2020

સોશિયલ ડિસ્ટન્સના ભંગ કરવા બદલ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશને 7 ચા - પાનની દુકાનોને તાળા માર્યા

(૧) નકલંગ હોટલ - કાલાવડ રોડ, (૨) રવેચી હોટલ - કૃષ્ણ નગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક, (૩) શ્રીજી હોટલ - કાલાવડ રોડ, (૪) જય નકલંગ ટી સ્ટોલ - યુનિવર્સિટી રોડ, (૫) મુરલીધર ડિલક્ષ પાન & ટી સ્ટોલ - યુનિવર્સિટી રોડ (૬) મોમાઈ ટી સ્ટોલ - યુનિવર્સિટી રોડ અને (૭) મોમાઈ ટી સ્ટોલ - લીમડા ચોક તમામ ચા ની હોટલો સીલ કરાઈ

રાજકોટ: રાજ્ય સરકારશ્રી દ્વારા કોરોના સામે સાવચેતી રાખવાના ભાગરૂપે ધંધાર્થીઓને ત્યાં ટોળા ભેગા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી પોતાનો વ્યવસાય કરવા છૂટછાટ આપવામાં આવેલ છે. જે ધ્યાને લઇ રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ આજે તા. ૦૫ ના રોજ શહેરની ૭ ચા ની હોટલ સીલ કરવામાં આવી છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ સીલ કરવામાં આવેલ ટી સ્ટોલમાં (૧) નકલંગ હોટલ - કાલાવડ રોડ, (૨) રવેચી હોટલ - કૃષ્ણ નગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક, (૩) શ્રીજી હોટલ - કાલાવડ રોડ, (૪) જય નકલંગ ટી સ્ટોલ - યુનિવર્સિટી રોડ, (૫) મુરલીધર ડિલક્ષ પાન & ટી સ્ટોલ - યુનિવર્સિટી રોડ (૬) મોમાઈ ટી સ્ટોલ - યુનિવર્સિટી રોડ અને (૭) મોમાઈ ટી સ્ટોલ - લીમડા ચોક તમામ ચા ની હોટલો સીલ કરવામાં આવી હતી.

(9:43 pm IST)