સરગમી ગોપી રાસોત્સવઃ એક એકથી ચડિયાતા પ્રાચીન ગરબાના સુર સાથે બહેનોએ જોશ બતાવ્યું: આજે છેલ્લો દિવસ
રાજકોટઃ સરગમી ગોપી રાસોત્સવને નવમા દિવસે પણ બહેનોનો ઉત્સાહ અને જોશ જળવાઈ રહ્યા હતા. દિવ્ય માહોલ વચ્ચે બહેનોએ સતત નવ દિવસ સુધી માતાજીની આરાધના કરી હતી અને ગરબે રમ્યા હતા. આજે આ ગોપી રાસોત્સવનો છેલ્લો દિવસ છે અને આજે ફાઇનલ રમાશે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ તમામ બહેનોને રાત્રે ૮:૩૦ વાગ્યે ગ્રાઉન્ડ પર આવી જવા અનુરોધ કર્યો છે.
નવમા નોરતે ખોડીદાસભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરિયા, પ્રતાપભાઈ પટેલ, એમ .બી. જાડેજા, ગુણવંતભાઈ ભટ્ટ, પ્રેમજીભાઇ અગ્રવાલ, ઘનશ્યામભાઈ પરસાણા, જસુમતીબેન વસાણી, મનોજભાઈ પરમાર, જૈમિનભાઈ ઠાકર, ચન્દ્રકાંતભાઈ કોટેચા, વગેરે હસ્તે ઇનામ આપેલ.
આજે ફાઇનલ જંગ નિહાળવા માટે આ ગોપી રાસોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે હિતેશભાઇ દિહોરા,કમલેશભાઈ આંબલિયા, સુરેશભાઈ પરમાર, વલ્લભભાઈ ગોંડલિયા, તખુભા રાઠોડ, ભાર્ગવભાઈ ખુંટ, હેમલભાઈ મોદી, દીવ્યેનભાઈ રાયઠઠ્ઠા, વિનુભાઈ રામાણી, કમલેશભાઈ ખખ્ખર, અરવિંદભાઈ શાહ, દિગ્વિજયસિંહ રાણા, ભરતભાઈ ગાજીપરા, દિનેશભાઈ વિરાણી, ધીરુભાઈ શિંગાળા, રાકેશભાઈ દેસાઈ, ભુપતભાઈ જાડેજા, પ્રમોદભાઈ ભમ્મર, ધર્મેશભાઈ શાહ, ગુણવંતરાય ભટ્ટ, ભાયાભાઈ સાહોલીયા, ડી.કે. વાડોદરિયા, શાંતુભાઈ રૂપારેલીયા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, બાલેન્દ્રભાઈ વાઘેલા, વી.પી. જાડેજા, મનસુખભાઈ ધંધુકિયા, સ્મિતાલભાઈ ત્રિવેદી, સુધાબેન ભાયા, ડો. બીનાબેન પટેલ, ડો.રેખાબેન ગોસલીયા, આશાબેન શાહ, દિનેશભાઈ કારિયા, કિશોરભાઈ રાઠોડ, વિનુભાઈ ધવા, સુરેન્દ્રભાઈ વાળા, રાજદિપસિંહ જાડેજા માટે ઉપસ્થિત રહ્યા હતા.
ગોપિરાસમાં ઓરકેસ્ટ્રા તરીકે મનસૂરભાઈ ત્રિવેદી પ્રસ્તુત મેલોડી મ્યુઝીકલ કલર્સ અને સાથે ગાયક કલાકાર તરીકે હેમંતભાઈ પંડ્યા (મુંબઈ), સોનલબેન ગઢવી (રાજકોટ), નિલેશભાઈ પંડ્યા (રાજકોટ) ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ગરબાઓની રમઝટ બોલાવશે.
સરગમ લેડીઝ ક્લબ આયોજિત ગોપીરાસ ને સફળ બનાવવા માટે સરગમ પરિવારના ચેરમેન વજુભાઈ વાળા, ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલિયા, અલ્કાબેન કામદાર, જસુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, જયસુખભાઈ ડાભી, ભરતભાઈ સોંલકી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા બને કલબના કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.