રાજકોટ
News of Monday, 5th December 2022

બાર એસો.ની ચૂંટણીમાં સીનીયરોની પેનલ સામે એકટીવ પેનલ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

પ્રમુખ માટે બકુલ રાજાણી ઉપપ્રમુખ માટે સિધ્‍ધરાજસિંહ જાડેજા, સેક્‍ેટરી પદ માટે યોગેશ ઉદાણી, જો.સેક્રેટરીમાં વિરેન વ્‍યાસ અને ટ્રેઝરરમાં સુમિત વોરા અને લાયબ્રેરી સેક્રેટરી માટે અજય પીપળીયા અને કારોબારી માટે ૯ અને મહિલા અનામતમાં નિશાબેન લુણાગરીયાની ઉમેદવારી...

રાજકોટઃ સીનીયરો વકીલો સામે આજે એકટીવ પેનલના ઉમેદવારોએ બાર એશો.માં ઉમેદવારી નોંધાવી હતી. તસ્‍વીરોમાં એકટીવ પેનલના બકુલ રાજાણીની ટીમના ઉમેદવારો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત વકીલ ટેકેદારો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજુ કરતાં જણાય છે.(તસ્‍વીર : સંદિપ બગથરીયા)(૬.૧૬)

રાજકોટ,તા. ૫ : રાજકોટ બાર એસોસિએશનની આગામી વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષની ૧૬ ડિસેમ્‍બર ૨૦૨૨ના રોજ યોજાનારી ચૂંટણીમાં આજરોજ ભૂતપુર્વ પ્રમુખ અને જુનીયર વકિલોમાં કાકા નામથી પ્રચલીત એવા બકુલભાઇ રાજાણીની આગેવાની હેઠળ આજે તેમની એકટીવ પેનલે ફોર્મ ભરી અને દાવેદારી નોંધાવી છે. ફોર્મ ભરવા જતા પહેલા એકટીવ પેનલના ઉમેદવારોને ૨૦૦ થી ૨૫૦ સીનીયર જુનીયર વકીલોની હાજરીમાં કોર્ટ કંમ્‍પાઉન્‍ડમાં એકઠા થઇ અને વિજયના નાદ અને શુભેચ્‍છાઓ પાઠવી હતી. વંદે માતરમ, ભારત માતાકી જય, એકટીવ પેનલ જીંદાબાદના સુત્રોના નારાઓ વકીલોએ લગાવ્‍યા હતા.

એકટીવ પેનલના પ્રમુખ પદ માટે બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ પદ માટે સિધ્‍ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદ માટે યોગેશભાઇ ઉદાણી, જોઇન્‍ટ સેક્રેટરી પદ માટે વિરેન વ્‍યાસ, ટ્રેઝરર પદ માટે સુમિત વોરા, લાઇબ્રેરી સેક્રેટરી પદ માટે અજય પીપળીયા, કારોબારી સભ્‍યો તરીકે ભાવસાર નૃપેન, ડાંગર વિમલ, જોષી વિશાલ, કાપડિયા રમેશ, ખખ્‍ખર અભય, નસિત કલ્‍પેશ, પરમાર ધર્મેશ, સખિયા પિયુષ, સાતા વિવેક તેમજ મહિલા કારોબારી અનામત પદ માટે નિશાબેન લુણાગરીયાએ તેમના ઉમેદવારીપત્રો ચૂંટણી કમિશનર અતુલભાઇ દવે, ગિરિરાજસિંહ જાડેજા અને કેતન શાહ સમક્ષ રજુ કરી તેમની ઉમેદવારી નોંધાવેલ છે. એકટિવ પેનલના તમામ ઉમેદવારોના હારતોરા કરી દરેક સિનિયર જુનિયર વકિલોએ સ્‍વાગત કરેલ હતું.

એકટીવ પેનલના પ્રમુખ પદ માટેના ઉમેદવાર બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવાર સિધ્‍ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદ માટેના ઉમેદવાર યોગેશભાઇ ઉદાણીએ જણાવ્‍યું હતું કે, એકિટવ પેનલે હંમેશા વકિલોના હિતમાં કાર્ય કરેલ છે. રાજકોટ બારએ ગૌરવવંતુ બાર રહેલ છે અને તેનો વૈભવશાળી ઇતિહાસ રહેલ છે. એકિટવ પેનલ બહોળી સંખ્‍યામાં સમર્થકો ધરાવે છે અને અમોએ હંમેશા રાજકોટ બારના વકિલો સાથે ખભેથી ખભો મિલાવીને રાજકોટ બારની ગરિમા જળવાઇ રહે તે મુજબ કાર્ય કરી અમે અગાઉ પણ અમને રાજકોટ બારના વકિલોએ સોંપેલી જવાબદારીઓ નિષ્‍ઠાપૂર્વક નિભાવેલ છે. જેના સાક્ષી રાજકોટના વકિલો છે. તેઓએ વધુમાં જણાવેલ હતુ કે, અમારા અગાઉ કરેલા કામોને જ વકિલો વચ્‍ચે લઇ જઇને અમે આ ચૂંટણીમાં અમારી ઉમેદવારી નોંધાવી રહેલ છીએ. વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે વકિલોના હરહંમેશ તેઓ પર વિશ્વાસ રહેલ છે અને તે વિશ્વાસ અમો જાળવી રાખીશું.

(4:07 pm IST)