News of Monday, 5th December 2022
સિવિલ હોસ્પિટલમાં મહિલાએ બે રિક્ષામાંથી પૈસા-પરચુરણ કાઢી લેતાં માથાકુટ
રાજકોટઃ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ગોંડલથી સગાને લઇને આવેલા વૃધ્ધની રિક્ષામાંથી તથા બાજુમાં પડેલી અન્ય એક રિક્ષામાંથી એક મહિલાએ રૂપિયા-પરચુરણ કાઢી લેતાં રંગેહાથ પકડાઇ જતાં માથાકુટ થઇ હતી. આ મહિલાને જેની રિક્ષામાંથી પરચુરણ ગયું હતું તે રિક્ષાવાળાના પત્નિએ મારકુટ કરી લેતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી. પૈસા લઇ લેનાર મહિલાએ પોતાની માનસિક હાલત યોગ્ય ન હોય તેવું વર્તન કર્યુ હતું.
(4:21 pm IST)