રાજકોટ
News of Monday, 6th February 2023

દેવ સાયાણીએ સી.એ.ની પરીક્ષા ઉચ્‍ચ ગુણ સાથે પાસ કરી

રઘુવંશી સમાજનું ગૌરવ

 

રાજકોટ, તા. ૬ :  ધી ઇન્‍સ્‍ટિીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ ઓફ ઇન્‍ડિયા દ્વારા ડીસેમ્‍બર ર૦રરમાં લેવાયેલ સી.એ. ફાઉન્‍ડેશનની પરીક્ષામાં રાજકોટના લોહાણા જ્ઞાતિના દેવ સાયાણી એ પ્રથમ પ્રયત્‍ને ૪૦૦માંથી ૩૩૧ માર્કસ મેળવી જવલંત સફળતા મેળવી છે.

દેવ સાયાણી એ આ સફળતાનો શ્રેય તેમના માતા-પિતા તથા જે.કે. શાહ કલાસીસના શિક્ષકોને આપેલ છે. ખુબ જ સારા માર્ક સાથે આવનાર ઇન્‍ટરમીડીયેટ અને ફાઇનલની પરીક્ષા પાસ કરવાનો આત્‍મવિશ્વાસ ધરાવતા દેવને એક ઉત્તમ અને સફળ ચાર્ટડ એકાઉન્‍ટ બની દેશની વિકાસ યાત્રામાં યોગદાન આપવાની ઇચ્‍છા છે.

(3:27 pm IST)