રાજકોટ
News of Monday, 6th February 2023

લોધીકા પાસે વાડીમાં દારૂના જથ્‍થા સાથે ગૌતમ ઉર્ફે ગવો દેસાઇ પકડાયો

ગૌતમ મિત્ર મેટોડાના જયેશ ગલ્‍ચર પાસેથી દારૂનો જથ્‍થો વેચાણ માટે લાવ્‍યો'તોઃ જયેશની શોધખોળ

રાજકોટ, તા., ૬: લોધીકા પોલીસે વાડીમાં દરોડો પાડી દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો. જયારે અન્‍ય એકનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાની પીપરડી ગામ જવાના જુના રસ્‍તે ગૌતમ ઉર્ફે ગવો રમેશભાઇ દેસાઇ રે. એસ.બી.આઇ. બેંકની સામે લોધીકા તેની વાડીમાં દારૂનો જથ્‍થો ઉતારી વેચાણ કરતો હોવાની બાતમી મળતા લોધીકાના પો.કો. હિતેશભાઇ સાવલીયા સહીતના સ્‍ટાફે રેઇડ કરી વિદેશી દારૂની બોટલો નંગ-૯૬ કિ. ૪૮,૦૦૦ના જથ્‍થા સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ ગૌતમે આ દારૂનો જથ્‍થો તેના મિત્ર મેટોડાના જયેશ ભીખુભાઇ ગલચર પાસેથી લાવ્‍યાની કબુલાત આપતા પોલીસે જયેશની શોધખોળ હાથ ધરી છે.

(5:11 pm IST)