રાજકોટ
News of Tuesday, 6th April 2021

રાજકોટમાં વીજ તંત્રે ૩૦૦ જુનિયર આસિસ્ટન્ટની જગ્યા ભરી છે હવે બીલીંગમાં કોન્ટ્રાકટર પ્રથા બંધઃ કરોડો રૂપિયા બચી જશે

મહિલા કર્મચારીને પણ બિલીંગ માટે જવુ પડશેઃ યુનિયન આગેવાનોમાં દેકારોઃ ટુંકમાં રજુઆતો

રાજકોટ તા. ૬ :.. પીજીવીસીએલ દ્વારા ગઇકાલે મોડી સાંજે ૩૦૦ જૂનીયર આસિસ્ટન્ટ-પટ્ટાવાળા-રિકવેસ્ટવાળાની નિમણુંક -બદલીના એક સાથે ઓર્ડરો કરી જગ્યાઓ ભરી દિધી છે, દરેક વીજ સબ ડીવીઝનલમાં હવે પુરતો સ્ટાફ મૂકી દેવાયો છે.

એકી સાથે ૩૦૦ જૂનીયર આસિસ્ટન્ટની જગ્યા ભરી દેવાતા હવે રાજકોટમાં વીક બીલીંગમાં કોન્ટ્રાકટ પ્રથા સંપૂર્ણ નાબૂદ થઇ જશે, વષેથી કોન્ટ્રાકટર પ્રથા દ્વારા વીજ બીલો ઘરે-ઘરે અપાય છે, પરંતુ હવે જુનીયર ઓસિસ્ટન્ટો આવી ગયા છે, પરીણામે આ કોન્ટ્રાકટ પ્રથા એક ઝાટકે બંધ થઇ જશે તેમ ટોચના વીજ વર્તુર્ળો ઉમેરી રહ્યા છે.

વીજ બીલ રીડીંગમાં કોન્ટ્રાકટ પ્રથા નાબુદ થતા જ કરોડો રૂપિયા પીજીવીસીએલ.ના બચી જશે, વર્ષોથી સુવિધા હોવા છતાં સ્ટાફ-હોવા છતાં વીજ બીલ રીડીંગમાં કોન્ટ્રાકટ અપાય છે, આને લઇને અગાઉ પણ વિરોધ વંટોળ જાગ્યો હતો.

(3:23 pm IST)