News of Tuesday, 6th April 2021
નવાગામમાં તિનપત્તી રમતાં બે શખ્સ ૧૦ હજાર સાથે પકડાયા
કુવાડવા પોલીસ મથકના હિતેન્દ્રસિંહ એમ. ઝાલા, મુકેશભાઇ અને દેવેન્દ્રસિંહની બાતમી પરથી દરોડો
રાજકોટઃ નવાગામ આણંદપર દેવનગરના ઢોળા પર રામાપીરના મંદિર પાછળની શેરીમાં જૂગાર રમવા બેઠેલા જયેશ નરસીભાઇ નગવાડીયા (ઉ.૩૫) અને જયેન્દ્રસિંહ કનકસિંહ પરમાર (ઉ.૪૫)ને કુવાડવા પોલીસ મથકના એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. મુકેશભાઇ સબાડ તથા દેવેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી દરોડો પાડી પકડી લઇ રૂ. ૧૦૧૫૦ રોકડા અને ગંજીપાના કબ્જે લેવાયા હતાં. પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ પી. જી. રોહડીયા, અરવિંદભાઇ મકવાણા, કિશોરભાઇ પરમાર, વિરદેવસિંહ, મુકેશભાઇ, અજીતભાઇ લોખીલ, જીઆરડી સંદિપભાઇ, મનવીરભાઇ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી.
(4:04 pm IST)