News of Friday, 6th August 2021
સરગમ લેડીઝ કલબ દ્વારા ઇનામ વિતરણ
સરગમ લેડીઝ કલબ અને લવ યુ જીંદગીના ઉપક્રમે ફકત બહેનો માટે ઇવેન્ટ આરએફસી ફુડ હોટલ ખાતે ગોઠવવામાં આવી હતી. વિવિધ ગેઇમ્સ અને હાઉસી તેમજ ફેન્સી ડ્રેસમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ ડાન્સ પાર્ટી પણ રાખવામાં આવી હતી. કુલ ૩૦ વિજેતા બહેનોને ઇનામોનું વિતરણ કરવામાં આવેલ. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પન્નાબેન ઠકકરે અને સમગ્ર સંચાલન માધવીબેન જોગીયાએ કરેલ. જયારે અંતમાં આભારવિધિ કરીનાબેન મોટવાણીએ કરી હતી.
(3:19 pm IST)